GSTV

ફેંફ્સાની સફાઈ કરે છે આ 5 વસ્તુઓ, જાણો શરીર માટે કેટલાં છે ફાયદાકારક

Last Updated on November 8, 2020 by Mansi Patel

દિલ્હી-NCRમાં એક વાર ફરીથી વાયુ પ્રદૂષણ (air pollution)નો ખતરો મંડરાવા લાગ્યો છે. ઘણા વિસ્તારોમાં હવાની ક્વોલિટી (AIQ) બહુજ ખરાબ થઈ ગઈ છે. હવામાં મિશ્રિત પ્રદૂષણનાં ઝેરથી કોરોના ઈંફેક્શન (Corona infection)ના ફેલાવાની ગતિ પણ વધી શકે છે. કારણકે, તેનાંથી ખાસી અને છીંકના મામલા વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છેકે, બિમારી અને પ્રદૂષણના બેવડા મારથી ફેંફ્સા ઉપર ખરાબ અસર થઈ રહી છે. એટલા માટે તેની સફાઈ અને મજબૂતી બહુજ જરૂરી છે.

આદુની ચા

આદુંવાળી ચાની અંદર એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં કારગર છે. સાથે જ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બીટા કેરોટીન જેવાં ઔષધીય તત્વ પણ છે. એક સ્ટડી મુજબ, આદું શરીરમાં કેન્સર સેલ્સનો ખાતમો કરી શકે છે. ફેંફ્સાની સફાઈ માટે નિયમિત રૂપે આદુંની ચા પીવો.

તજની ચા

ફેંફ્સા સાથે જોડાયેલી મુશ્કેલી દૂર કરવા માટે તજની ચા પણ ઘણી ઉપયોગી છે. રોમન સામ્રાજ્યમાં તેનો ઉપયોગ ડાયજેશન અને રેસ્પિરેટરી ટ્રેકટમાં દવાની જેમ કરવામાં આવતો હતો. એક ગ્લાસ પાણીમાં થોડા તજ નાંખી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય, તેને પીવાથી ફેંફ્સાની સારી સફાઈ થઈ શકે છે.

સ્ટીમ

ફેંફ્સાની સફાઈ માટે સ્ટીમ થેરેપી સૌથી સારી અન સરળ ઉપાય છે. પાણીની વરાળ ફક્ત બંધ પડેલાં એર પેસેજ જ નથી ખોલતી પરંતુ ફેંફ્સામાંથી કફને પણ નીકાળે છે. ઠંડીની ઋતુમાં તે વધારે ફાયદાકારક છે. સ્ટીમ બહુજ ઓછા સમયમાં શ્વાસની તકલીફમાંથી રાહત અપાવી શકે છે.

પ્રાણાયમ

દરરોજ નિયમિતરૂપે પ્રાણાયમ કરવાથી ફેંફ્સાનાં એર પેસેજ માટે સારી માનવામાં આવે છે. તેનાંથી છાતીમાંથી કફ પણ જામતો નથી. ફેંફ્સાનાં ફંક્શન માટે તે બહુજ કારગર છે. નાકમાં સીસમનાં તેલનું એક ટીપું નાખો અને પ્રાણાયમ કરો. બહુજ જલ્દીથી તમને તેનાં ફાયદાઓ દેખાવા લાગશે.

અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત એક જર્નલ મુજબ, અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ફેંફ્સા માટે તે બહુજ ફાયદાકારક વસ્તુ છે. ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી તમે ફેંફ્સાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તે શ્નાસની મુશ્કેલીની સમસ્યા અથવા અસ્થમામાં પણ ફાયદાકારક છે.

જે માછલીમાં ફેટની માત્રા વધારે હોય છે તેનું સેવન કરવાનું પણ ફેંફ્સા માટે ફાયદાકારક હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ માટે સાલ્મન ફિશ સૌથી સારો વિકલ્પ હોય છે.

અમેરિકન કેંસર સોસાયટી મુજબ, બીન્સ શાકભાજીઓનું સેવન ફેંફ્સા માટે લાભદાયી છે. બીન્સમાં શરીર માટે જરૂરી દરેક પ્રકારનાં ન્યૂટ્રીશન મળી જાય છે. એટલા માટે તેને ડાયેટમાં સામેલ કરવાનું ક્યારેય ભુલશો નહી.

હેલ્ધી ફેંફ્સા માટે દરરોજ એક સફરજન ખાવ, તેમાં હાજર વિટામિન્સ ફેંફ્સાને હેલ્ધી બનાવી રાખે છે. એક શોધ મુજબ, ફેંફ્સાનાં સ્વાસ્થ્ય માટે વિટામિન-ઈ, વિટામીન-સી, બીટા કેરોટીન અને ખાટા ફળો ઘણા સારા માનવામાં આવે છે. સફરજનમાં આ બધા જ પોષકતત્વ હોય છે.

જરદાળુંમાં હાજર વિટામિન-એ ફેંફ્સા માટે વધુ લાભદાયી છે. તેમાં હાજર ગુણકારી પોષક તત્વ ફેંફ્સામાં થતાં ઇંફેક્શનનાં ખતરાને ઘટાડી શકે છે.

READ ALSO

Related posts

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!