GSTV

રોજિંદા જીવનમાં અમલમાં મૂકી શકાય તેવી સરળ વાસ્તુ ટિપ્સ

Last Updated on November 14, 2017 by

કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને ઘરમાં સુખ શાંતિ તથા આર્થિક સંપન્નતાને કાયમ બરકરાર રાખી  શકાય છે. અને તમે કોઈ પણ મોટા કર્ચા વિના આ વાસ્તુ ટિપ્સને અમલમાં મૂકીને ઘરમાં સુખ શાંતિને યથાવત રાખી શકો છો.

 

ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.  નિયમિત તુલસનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે.

ઘરના ઇશાન ખૂણામાં(ઉત્તર-પૂર્વ)ને હંમેશાં સ્વચ્છ અને ખુલ્લો રાખવો જોઈએ. જેથી સૂર્યના કિરણો  સરળતાથી ઘરમાં આવી શકે.

રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ હંમેશાં પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેના કારણે ભોજન હંમેશાં સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને  છે. પૂર્વ દિશા તરફ મોં રાખીને જમવાથી  વ્યક્તિની પાચન શક્તિમાં વધારો થાય છે.

જે બાળકો ભણવામાં નબળા હોય તેમને પૂર્વ દિશાનું મોં રાખીને અભ્યાસ કરવા માટે બેસાડવા જોઈએ.

જે યુવતીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે વાયવ્ય ખૂણો( ઉત્તર- પશ્ચિમ)ના રૂમમાં રહેવું જોઈએ, જેથી તેના લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થશે.

રાત્રે સૂતી વખતે માથું હંમેશાં દક્ષિણ દિશામાં રાખવું જોઈએ.  ઉત્તર દિશામાં માથું રાખવાથી અનિદ્રાનો રોગ થવાની શક્યતા રહે છે. એ ઉપરાંત વ્યક્તિની પાચન શક્તિ પર પણ  ખરાબ અસર પડ છે.

ઘરમાં ક્યારેક ક્યારેક મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ પામે છે.

ઘરમાંથી નીકળતી વખતે માતા પિતાને પગે લાગીને જ નીકળવું જોઈએ. તેનાથી ગુરૂ તથા બુધ ગ્રહ યોગ્ય રહે છે. વ્યક્તિના મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળ બની જાય છે.

ઘરનું પ્રવેશદ્વાર એકદમ ચોખ્ખું હોવું જોઈએ. ઘરનું પ્રવેશદ્વાર જેટલું ચોખ્ખું હશે ઘરમાં તેટલી જ લક્ષ્મી વધારે આવશે.

ઘરના પ્રવેશદ્વારની આગળ સ્વસ્તિક, ઓમ, શુભલાભ જેવા માંગલિક ચિહ્નો રાખવા જ જોઈએ

ઘરના પ્રવેશદ્વાર પર ક્યારેય સમજ્યા વિચાર્યા વિના ગણપતિ ન લગાવવા જોઈએ.  જો દરવાજો દક્ષિણમુખી કે ઉત્તરમુખી હોય તો જ પ્રવેશદ્વાર પર ગણપતિ લગાવવા.

ઘરમાં દેવી દેવતાઓના વધારે ફોટા ન રાખવા જોઈએ. ભગવાનના ફોટા બેડરૂમમાં તો રાખવા જોઈએ જ નહીં.

બેડરૂમમાં  ટીવી ન રાખવું. તેનાથી વ્યક્તિની શારિરીક ક્ષમતાઓ પર નકારાત્મક અસર પડે છે.

ઓફિસમાં ઉત્તર –પૂર્વ બાજું મોં કરીને બેસવાથી ફાયદો થાય છે. જો બોસની કેબિન નૈઋત્ય કોણમાં હોય તો એ સારું છે.

ઘરની અંદર શંખ અવશ્ય રાખવો જોઈએ. શંખ વગાડવાથી 500 મીટરની અંદરના બેક્ટેરિયા નાશ પામે છે.

નિયમિતપણ પક્ષીઓને ચણ નાખવાથી, ગાયને રોટલી તથા ઘાસ ખવડાવવાથી ગૃહ દોષ નાશ પામે છે.

 

Related posts

ચાણક્ય નીતિ : આ કામ કરી શકે છે માતા લક્ષ્મીને નારાજ, ઘરમાં આવે છે આર્થિક તંગી અને ગરીબી

Zainul Ansari

પિતૃ પક્ષ/ પૂર્વજોનો આશિર્વાદ મેળવવા આ જરૂરી વાતોને રાખો ધ્યાનમાં, મળશે અપરંપાર ખુશીઓ

Bansari

વાસ્તુ ટિપ્સ/ તમે પણ આવા કામ કરતાં હોય તો તરત જ છોડી દો, નહીંતર ગરીબી તરફ ધકેલાતા વાર નહીં લાગે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!