GSTV
Home » News » Xiaomi અને Samsung જેવા સ્માર્ટફોનના ઓવરહીટીંગથી છો પરેશાન? આ ટ્રિક્સ આવશે તમારા કામ

Xiaomi અને Samsung જેવા સ્માર્ટફોનના ઓવરહીટીંગથી છો પરેશાન? આ ટ્રિક્સ આવશે તમારા કામ

ઢગલાબંધ એપ્સ ઇન્સ્ટોલ કરવા, ગ્લોબલ પોઝીસનીંગ સિસ્ટમ હંમેશા ઑન રાખવા અને સતત ફોન યુઝ કરવાના કારણે મોટાભાગના સ્માર્ટફોન્સમાં ઓવરહીટીંગની સમસ્યા જોવા મળે છે. કેટલાંક લોકોના ફોન તો સામાન્ય યુઝ કરવા પર પણ ઘણીવાર એટલા ગરમ થઇ જાય છે કે તેમાં બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.

આ ઉપરાંત ઘણીવાર તો ઓવરહીટીંગના કારણે ફોન સ્લો પણ થઇ જાય છે અથવા તો તેને વારંવાર રિસ્ટાર્ટ કરવો પડે છે. તેવામાં જો તમે પણ શાઓમી, સેમસંગ, નોકીયા અથવા વીવો કે અન્ય કોઇ બ્રાન્ડના સ્માર્ટફોનના ઓવરહીટીંગથી પરેશાન છો તો અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશું જે તમને આ પરેશાનીમાંથી છૂટકારો અપાવશે.

સ્માર્ટફોનને ઓવરહીટીંગથી આ રીતે બચાવો

ફોનનો આઉટર કેસ કાઢી નાંખો. એરપ્લેન મોડ પણ ઑન કરી લો જેથી એપ્સ વધુ સમય સુધી બેકગ્રાઉન્ડમાં ઑન ન રહે અને ફોનને થોડો આરામ કરવાનો સમય પણ મળી જાય.

જો તમે ઘરની બહાર કે કોઇ અન્ય સ્થળે હોવ ત્યારે ધ્યાન રાખો કે ફોન સીધા તડકાના સંપર્કમાં ન આવે.

જો ફોન વધારે ગરમ થઇ જાય તો ભૂલથી પણ તેને ફ્રીજમાં ન મૂકો. તેનાથી સમસ્યા દૂર થવાના બદલે વધી જશે.

clear internal memory

સમય સમય પર ડિવાઇસને ક્લીન કરતાં રહો અને જંક ફાઇલ્સ હટાવતા રહો. લોકેશન, બ્લૂટૂથ અને વાઇ-ફાઇનું ફીચર ઑફ રાખો. જરૂર પડે ત્યારે જ તેને ઓન કરો.

આ તમામ ટ્રિક્સ તમારા ફોનને ઓવરહીટ થવાથી બચાવશે અને સાથે જ બેટરી લાઇફ પણ વધારશે.

Read Also

Related posts

કાંકરિયા દુર્ઘટના મામલે 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર મોકલાયા

Mansi Patel

ચાલતી કાર પર અચાનક આવી પડ્યો ઝેરીલો સાંપ, વીડિયો જોઇ તમે પણ ડરી જશો

Kaushik Bavishi

ઉડતા વિમાનમાં બાળકને દૂધ પીવડાવતી માતા સાથે એવું થયું કે તમે જાણીને દંગ રહી જશો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!