બાળકો રોજ રોજ એક જ પ્રકારનો નાસ્તો કે ભોજન ખાઈને કંટાળી જાય છે. રોજ એક જ સ્વાદનો નાસ્તો બનાવવને બદલે તમે ક્યારેક ચાઈનીઝ નાસ્તો પણ બનાવી શકો છો જેમકે ચાઈનીઝ ભેળ. હવે ચાઈનીઝ ભેળ તમે બહાર ખાતા જ હશો પરંતુ તમે તેને ઘરે પણ બનાવીને બાળકોને પીરશી શકો છો. ઘરનું બનેલું ચોખ્ખું ભોજન ખાવાથી તેમના સ્વાસ્થ્ય પાર પણ કોઈ આડઅસર નહિ થાય. ઘરે ચાઈનીઝ ભેળ બનાવવી છે તો જાણી લો તેની સરળ રેસિપી.
સામગ્રી
- લાલ મરચું – 1/2 ચમચી
- નૂડલ્સ – 2 વાટકી
- ડુંગળી – 2-3 નંગ
- ગાજર – 2-3 નંગ
- કેપ્સીકમ – 2 નંગ
- લસણ – 3-4 (સમારેલું)
- સોયા સોસ – 1/2 ચમચી
- કોબી – 1 નંગ
- શેઝવાન ચટની – 1/2 ચમચી
- વિનેગર – 1 ચમચી
- કાળા મરી પાવડર – 1 ચમચી
- તેલ – 4-5 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર

બનવવાની રીત
- સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં નૂડલ્સ અને મીઠું નાખીને 7-8 મિનિટ પકાવો.
- પછી નૂડલ્સને ગાળીને ઠંડા પાણીથી ધોઈ લો.
- લસણ, ડુંગળી, કેપ્સીકમ, ગાજર અને કોબીને બારીક સમારીને બાજુ પર રાખો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો.
- તેલ ગરમ થાય પછી તેમાં સમારેલ શાક નાખીને ફ્રાય કરો.
- શાક તળ્યા પછી તેમાં સોયા સોસ, શેઝવાન ચટની અને વિનેગર ઉમેરો.
- મિશ્રણને સારી રીતે પકાવો.
- બીજા પેનમાં નૂડલ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળો.
- આ પછી શાકભાજીમાં તળેલા નૂડલ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમાં લાલ મરચું પાઉડર, કાળા મારી પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- તૈયાર છે સ્વાદિષ્ટ ક્રિસ્પી ચાઈનીઝ ભેળ.
- તેને ગરમ ગરમ સર્વ કરો.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો