GSTV
Gujarat Government Advertisement

પૂર્વાંચલમાં પ્રિયંકાનો જાદુ ન ચાલી શક્યો, 26માંથી એક પણ સીટ ન મેળવી શકી કોંગ્રેસ

Last Updated on May 24, 2019 by Mansi Patel

પૂર્વાંચલની 26 સીટોમાંથી 3 સીટો ઉપર બીએસપી અને એક સીટ ઉપર એસપીએ જીત નોંધાવી હતી. બે સીટો ઉપર અપના દળ-સોનેલાલ અને 20 સીટો ઉપર બીજેપીએ જીત નોંધાવી હતી. કોંગ્રેસ પૂર્વાંચલમાં ત્રીજા નંબરની પાર્ટી બનીને રહી ગઈ હતી. કોંગ્રેસના પૂર્વનાં UP પ્રભારી પ્રિયંકા ગાંધીનો જાદુ બેઅસર રહ્યો હતો. કોંગ્રેસ અહી કોઈ કમાલ દેખાડી શકી ન હતી. એસપી-બીએસપીની જુગલબંધીને કારણે કોંગ્રસને મતોની ટકાવારીમાં પણ ઘટાડો નોંધાયો છે.

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનું ટ્રમ્પ કાર્ડ કહેવામા આવતા હતા. તેમના આવતા જ કોંગ્રેસમાં નવી જાન આવી હતી. કાર્યકર્તાઓમાં પણ જોશ દેખાવા લાગ્યો હતો. તેમણે પૂર્વ ઉત્તર પ્રદેશમાં સતત રેલીઓ કરી હતી. રેલીઓ અને ગલીએ ગલીએ સભાઓ અને રોડશો કર્યા હતા. તેમણે જે રીતે પીએમ મોદી અને બીજેપીને નિશાને લીધા અને જે રીતે માહોલ બનાવેલો તે જોતા લાગતુ હતુકે, કોંગ્રસે સારુ પ્રદર્શન કરશે. પરંતુ આ વખતે UPમાં કોંગ્રેસે ફક્ત રાયબરેલીમાં જ જીત નોંધાવી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાંથી લોકસભા સીટ હારી ગયા હતા. પૂર્વાંચલમાં બીજેપીમાંથી યોગી આદિત્યનાથે ખૂબ મહેનત કરી હતી. આ સીટો ઉપર રેલીઓ અને આકરા ભાષણો કર્યા હતા. તેમના સિવાય PM મોદી અને અમિત શાહે પણ પૂર્વાંચલમાં ધ્યાન આપ્યુ હતુ. જેનો ફાયદો બીજેપીને થયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!