GSTV
Home » News » અરુણાચલ પ્રદેશની સિયાંગ નદી વિશે વિગતે જાણો એક જ ક્લિક પર

અરુણાચલ પ્રદેશની સિયાંગ નદી વિશે વિગતે જાણો એક જ ક્લિક પર

સિયાંગ નદી વર્ષોથી અરુણાચલ પ્રદેશની જીવનરેખા માનવમાં આવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ નદીનું પાણી કાળું પડી જવાથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. સિયાંગ નદીના પાણીમાં માટી, કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે. તેમજ અનેક જળચર જીવોના મોત થયા છે.

સિયાંગ નદીમાં આવેલુ પરિવર્તન પ્રાકૃતિક પણ હોઇ શકે છે. અથવા કોઇ માનવસર્જિત કૃત્ય પણ હોઇ શકે છે. જો કે ચીને ગત વર્ષે સ્પષ્ટ કર્યુ હતુ કે તે પોતાની જ નદીને પ્રદૂષિત નહીં કરે. જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

સિયાંગ નદી અરુણાચલપ્રદેશના પાશીઘાટ વિસ્તારમાંથી વહે છે.  તેનું ઉદ્દભવ સ્થાન હિમાલયના કૈલાશ રેન્જ સ્થિત ગ્લેશિયરમાં છે. તિબેટના પહાડી વિસ્તારો આ નદી આશરે 1600 કિલોમીટરનું અંતર કાપે છે. તિબેટ વિસ્તારમાં આ નદી યારલંગ જાંગબો નામથી ઓળખાય છે. જ્યારે કે આસામમાં તેને બ્રહ્મપુત્રાના નામથી સંબોધવામાં આવે છે. સિયાંગ નદી બ્રહ્મપુત્રા નદીની સહાયક નદીઓમાંથી એક છે.

સ્થાનિકો દ્વારા નદીનું પાણી કાળું પડવા પાછળ ચીનની કોઈ ચાલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત વર્ષે સિયાંગ નદીનું કાળુ પડી જવાના ભારતીય માધ્યમોમાં અહેવાલ આવ્યા હતા. જે બાદ ચીન તરફથી આ અંગે ગળે ન ઉતરે તેવી સ્પષ્ટતા પણ આવી હતી. ચીને કહ્યું હતુ કે તિબેટના મેનલિંગ કાઉન્ટીના નજીકના ક્ષેત્રમાં નવેમ્બર, 2017માં આવેલા 6.9ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે નદીના પાણીનો રંગ કાળો થયો હોઇ શકે છે. અમુક સમય માટે નદીના મધ્ય અને નીચલા ભાગમાં ગંદકી પેદા થઈ હોય.

સ્થાનિકોનું કહેવું હતુ કે સિયાંગ નદીનાં પાણીનો આવો રંગ પહેલાં ક્યારેય નથી થયો. પૂર્વ સિયાંગ જિલ્લાનાં સત્તાધીશોએ સિયાંગ નદીનાં પાણીનું સેમ્પલ પણ કેન્દ્રીય જલ આયોગને મોકલાયુ હતુ. ભારત અને ચીન વચ્ચે અરૂણાચલ પ્રદેશને લઇને વિવાદ છે. અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ત્યારે ચીન અરુણાચલ પ્રદેશ પર દક્ષિણ તિબેટના સ્વરૂપમાં પોતાનો દાવો કરે છે.

 

Related posts

33 વર્ષીય ભારતીય મહિલાએ બનાવ્યો અનોખો વિશ્વવિક્રમ, જાણો તેના વિશે

pratik shah

પીઠ દર્દ અને બ્લડપ્રેશરને કરવું છે કંટ્રોલ તો મલાઈકા અરોરા પાસેથી શીખો સ્વાસ્થ્ય માટે બેસ્ટ યોગાસન

Mansi Patel

ધર્મલોક : રૂદ્રાક્ષ શિવલિંગના નામે ઓળખાતા આ મંદિરમાં ભક્તોની જામે છે અનહદ ભીડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!