GSTV

પાન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ન કરો! માત્ર 110 રૂપિયામાં બનવો ડુપ્લીકેટ, અહીંયા જાણો સરળ રીત

PAN Card

કોઈપણ પ્રકારના નાણાકિય લેણ-દેણમાં PAN કાર્ડ સૌથી જરૂરી હોય છે. જો આ ખોવાઈ જાય, ફાટી જાય અથવા તો કપાઈ જાય તો તમારા માટે મુશ્કેલી હોઈ શકે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે, તમે બીજી વખત પાન કાર્ડ બનાવી શકશો નહી. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, પાન કાર્ડને તમે બીજી વખત કેવી રીતે બનાવી શકો છો. ડુપ્લીકેટ પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે.

PAN કાર્ડ બીજી વખત બનાવવાની રીત

  • PAN કાર્ડ ખોવાઈ જાય તો તરત પોલીસમાં રિપોર્ટ દાખલ કરાવો. ત્યારબાદ પાનકાર્ડનો નંબર અને સાથમાં પાન કાર્ડ ખોવાઈ/ચોરી હોવાની FRI ની સાથે PAN કાર્ડ માટે અરજી કરો.
  • ડુપ્લીકેટ પાન કાર્ડ માટે અજી કરવા માટે કોઈ વ્યક્તિ, સમુદાય, ટ્રસ્ટ, લિમિટેડ, લાઈબિલિટી પાર્ટનરશિપ અથવા HUF ટેક્સ ઈન્ફોરમેશન નેટવર્ક પર જઈને પોતાના PAN કાર્ડ બીજી વખત બનાવી શકશો.
  • તમે https://www.tin-nsdl.com પર જઈ ડુપ્લીકેટ પાન કાર્ડ બનાવી શકો છો.
  • જો તમે PAN કાર્ડ ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરવા માગો છો તો એ પણ કરી શકો છો.
  • તમને એક વખત પાન નંબર અલોટ કરવામાં આવી ચૂક્યુ છે તો પાન કાર્ડ ખોવાઈ ગયા બાદ પણ તમે તેને જ્યારે ઈચ્છો ત્યારે ઈનકમ ટેક્સની વેબસાઈટ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
  • નવું પાન કાર્ડ ડાઉનલોડ કરવા પર PAN નંબર બદલાશે નહી, પરંતુ તમને નવુ પાન કાર્ડ મળી જશે.
  • ઓનલાઈન સિવાય તમે ડુપ્લીકેટ પાન કાર્ડ માટે નજીકના પાન કાર્ડ સેન્ટમાં જઈ એક અરજી અને સાથમાં જરૂરી ડૉક્યૂમેન્ટ આપીને અપ્લાઈ કરી શકો છો.
  • પાન કાર્ડ ખોવાઈ જાય અથવા ફરી નવું પાન કાર્ડ અપ્લાઈ કરવાનું છે અથવા આ કામ ઓનલાઈન કરી શકાય છે. જો તમે પાન કાર્ડ ડાઉનલોડ કરવા માગે છે તો તેની પ્રક્રિયા આ પ્રકારથી છે.

PAN કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરીએ?

  • સૌ પ્રથમ www.onlineservices.nsdl.com પર જાઓ.
  • ત્યારબાદ તમે નામ, ફોન નંબર અને ઈમેલની જાણકારી ભરો.
  • ત્યારબાદ અરજી ફોર્મને સબમિટ કરી દો.
  • તમારા ઈમેલ પર PDF ફોર્મેટમાં ઈ-પાન કાર્ડ મોકલી દેવામાં આવશે.
  • તમે તમારા ઈ-મેલથી PDF ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.
  • બધા ડૉક્યૂમેન્ટ મળતાની સાથે જ NSDL પાન માટે ડિસ્પેચની પ્રક્રિયા શરૂ કરી દેશે.
  • 2 થી 3 અઠવાડિયામાં પાન કાર્ડ તમને મળી જશે.

કેટલી ચૂકવવી પડશે કિંમત

દેશની અંદર નવા અથવા ડુપ્લીકેટ PAN કાર્ડ માટે તમને 93 રૂપિયા + 18% GSTના હિસાબથી 110 રૂપિયા ચૂકવવા પડશે. જો પાન કાર્ડ વિદેશમાં જોઈએ છે તો તે માટે તમારા 1011 રૂપિયાચૂકવવા પડશે. જેમાં GST ડિસ્પેચ ચાર્જ વગેરે સામેલ છે.

REA D ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!