વિશ્વના એશિયાના ઘણા દેશોની ધરા ભૂંકપથી કંપી ઉઠી હતી. મળતા અહેેવાલ પ્રમાણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન સહિત ઘણા દેશોમાં લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનના વિવિધ શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે 9 લોકોના મોત થયા છે અને 100 લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પ્રાંતમાં છત, દિવાલ અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે.

આ દેશોમાં આવ્યા ભૂંકપના ઝટકા
ભારત
અફઘાનિસ્તાન
પાકિસ્તાન
કિર્ગિસ્તાન
તાઝાકિસ્તાન
ઉઝ્બેકિસ્તાન
ચીન
મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં બે લોકોના મોત
ભૂકંપના કારણે અહીં આઠ મકાનોને નુકસાન થયું છે. તે જ સમયે સ્વાત જિલ્લા પોલીસ અધિકારી શફીઉલ્લા ગાંડાપુરે મીડિયાને જણાવ્યું કે જિલ્લામાં નવ લોકોના મોત થયા છે, જ્યારે 150 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં ભૂકંપના આંચકાને કારણે એક ઘરની છત તૂટી પડી હતી. જેમાં એક પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા.
બહેરીન-કલામ રોડ બ્લોક
ભૂકંપના કારણે ભૂસ્ખલનને કારણે બહેરીન-કલામ રોડ બ્લોક થઈ ગયો હતો, રાવલપિંડીના બજારોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 77 કિમી દક્ષિણ પૂર્વમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનના પેશાવર, કોહાટ અને સ્વાબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય લાહોર, ક્વેટા અને રાવલપિંડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાનના ગુજરાંવાલા, ગુજરાત, સિયાલકોટ, કોટ મોમિન, મધ્ય રાંઝા, ચકવાલ, કોહાટ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં પણ ઘણા રાજ્યોમાં ફેલાયેલા ઉત્તરીય વિસ્તારના લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ