GSTV
Gujarat Government Advertisement

દિલ્હી-NCRમાં ભૂકંપનાં તેજ ઝટકા, કાશ્મીર સહિત આખા ઉત્તર ભારતની ધરતી હલી

Last Updated on September 24, 2019 by Mansi Patel

દિલ્હી-NCRમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. ભૂકંપ બાદ લોકોમાં ડર ફેલાઈ ગયો છે અને લોકો પોતાની ઓફિસ અને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. દિલ્હીની સાથે સાથે કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનાં ઝટકા 4 વાગીને 35 મિનિટ પર અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1  માપવામાં આવી છે, તેનું કેન્દ્ર પાકિસ્તાનનાં રાવલપિંડીની પાસે જણાવાયુ છે. કહેવાઈ રહ્યુ છેકે, પાકિસ્તાનનાં જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હતુ. અને આ જગ્યા લાહોરથી લગભગ 117 કિલોમીટર દૂર છે.

ભારતમાં ભૂકંપનાં ઝટકા હરિયાણા,પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા પંજાબનાં અમૃતસર, લુધિયાણા, ચંડીગઢ. ગુરદાસપુરમાં પણ અનુભવાયા છે. જ્યારે ભૂકંપના ઝટકા હરિયાણાના ગુરૂગ્રામમાં પણ અનુભવાયા હતા. તો પશ્વિમ ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ અને મેરઠમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા.

શરૂઆતનાં અહેવાલો મુજબ, ભૂકંપથી જાનમાલનાં નુકસાનનાં કોઈ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના જાટલાન વિસ્તારમાં હોવાનું સામે આવ્યુ છે. પાકિસ્તાનની નજીક હોવાના કારણે જમ્મૂ-કાશ્મીરમાં ભૂકંપની અસર વધારે અનુભવાઈ હતી. આની પહેલાં 2005માં પણ જમ્મૂ-કાશ્મીરમાં આવો જ જોરદાર ભૂકંપ આવ્યો હતો. તેનાથી કાશ્મીરમાં મોટું નુકસાન થયુ હતુ. તે સમયે 7.6 સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ઘણા લોકોનાં મોત થયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt

World Blood Donor Day 2021 / જે લોકો COVID-19 માંથી સ્વસ્થ થયા છે તેઓ રક્તદાન કરી શકે છે? જાણો

Vishvesh Dave

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!