GSTV
Home » News » ઇન્ડોનેશિયામાં ધરતીકંપના તીવ્ર આંચકા, 7 રિક્ટર સ્કેલની તીવ્રતા , સુનામીની ચેતવણી

ઇન્ડોનેશિયામાં ધરતીકંપના તીવ્ર આંચકા, 7 રિક્ટર સ્કેલની તીવ્રતા , સુનામીની ચેતવણી

ઈન્ડોનેશિયાનાં સુલવેસી દ્રીપમાં ભૂંકપના મોટા આચંકા આવ્યા હતા. ત્યારે રિક્ટર સ્કેલ આધારિત ભૂંકપની તિવ્રતા 7 માપવામાં આવી છે. જ્યારે ભૂંકપ અને તેની તિવ્રતા માપવાવાળી અમેરિકાની એંજન્સી યુનાઈટેડ સ્ટેટસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણએ તેની તીવ્રતાને માપતા કહ્યું કે ધરતીકંપનું કેન્દ્ર પૃથ્વીથી 43 કિ.મી. નીચે હતું. જ્યારે ભૂકંપનું કેન્દ્ર ગોરોન્ટાલો પ્રાંતના 280 કિ.મી. દક્ષિણે હતું. ત્યારે પ્રારંભિક અહેવાલ અનુસાર હાલમાં કોઈ નુકસાનના કોઈ સમાચાર નથી. જ્યારે ભારતીય સમય અનુસાર સાંજે 5.00 વાગ્યે ધરતીકંપનાં આંચકા આવ્યા હતા.

ઇન્ડોનેશિયા સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે ધરતીકંપન આવ્યા પછી સુનામીની શક્યતા છે. જ્યારે વહીવટીતંત્રે ચેતવણી જાહેર કરીને જણાવ્યું કે દરિયાકાંઠાનાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવા માટે જણાવ્યું છે.

આ ઉપરાંત, સ્થાનિક વહીવટએ સમુદ્રમાં ગયા નાવિક અને માછીમારોને પાછા આવવા માટે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળે 28 સપ્ટેમ્બર,2018 ના રોજ ધરતીકંપની તીવ્રતા અનુભવાઈ હતી. ત્યાર પછી ધરતીકંપ થયો ન હતો. પરંતુ જ્યારે ધરતીકંપ આવ્યો ત્યાર પછી સુનામીએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને સમુદ્રનાં કિનારે વસતી વસાહત સંપૂર્ણ પર્ણે સમુદ્રમાં વહી ગઈ હતી. સુલાવેસી ઇન્ડોનેશિયાના એ વિસ્તારોમાં સ્થિત છે, જ્યાં વારંવાર ભૂકંપ આવે છે.

READ ALSO

Related posts

એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

Mansi Patel

AAPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- મોદી શાહની જોડી સિવાય કોઈ પણ પાર્ટીને સમર્થન

Arohi

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari