GSTV

PoKમાં ભૂકંપથી ભારે તબાહી, 5 લોકોનાં મોત-50થી વધુ ઘાયલ

Last Updated on September 24, 2019 by Mansi Patel

પાકિસ્તાનમાં ભૂકંપના કારણે ઘણી તબાહી મચી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પીઓકેના મિરપુરમાં ઘણી ઇમારતો ધરાશયી થઇ છે. પીઓકેમાં સ્થાનિક તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની મીડિયા પ્રમાણે મીરપુરની આસપાસ માર્ગો પર મોટી તિરાડો પડી ગઇ છે. જેમાં ઘણા વાહનો દબાઇ ગયા છે. મકાનો અને ઇમારતોને મોટાપાયે નુકસાન થયું છે.

પાકિસ્તાનના ડોન ન્યૂઝ મુજબ ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, લાહોર સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો મુજબ આશરે 9થી 10 સેકન્ડ સુધી ભૂકંપની ધ્રુજારી અનુભવાઇ હતી.

આ ઉપરાંત પાકિસ્તનના સિયાલકોટ, સરગોધા, મનસેરા, ગુજરાત, ચિત્રાલ, મલકંદ, મુલ્તાન, શાંગલા, બાજૌરમાં પણ ભારે આંચકા અનુભવાયા હતા.

READ ALSO

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!