GSTV

ધરતીકંપ / રાજસ્થાનથી લઇને લદ્દાખ સુધી ભૂકંપના ઝટકા, બિકાનેરમાં 5.3ની તીવ્રતાથી ધરતી હલબલી ઉઠી

Last Updated on July 21, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં કોરોના વાઈરસ વચ્ચે ભૂકંપ પણ ફફડાટ ફેલાવવામાં મહત્વની ભૂમિક ભજવતો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે દેશના જુદા-જુદા ત્રણ રાજ્યોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવવામાં આવ્યાં હતાં. રાજસ્થાન, મેઘાલય અને લેહ-લદ્દાખમાં ભૂકંપ અનુભવાયો હતો.

ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.3 નોંધવામાં આવી હતી. દેશની રાજધાની દિલ્હીમાં સવારે ભૂકંપ આવ્યો હતો. દેશના પૂર્વોત્તર રાજ્ય એવા મેઘાલયમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં વહેલી સવારે પાંચ વાગ્યે ભૂકંપ આવતા લોકો સફાળા જાગીને રીતસરના દોડી ગયા હતાં.

મેઘાલયમાં અનુભવાયા ભૂકંપના ઝટકા

સો પહેલાં મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં ભૂકંપમના ઝટકા લોકોએ અનુભવ્યા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ઝટકા રાતના અંદાજે 2:10 પર લોકોએ અનુભવ્યા હતાં. તેની પુષ્ટિ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કરી છે. ભૂકંપથી જાનમાલને અથવા અન્ય કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનું જાણવા નથી મળ્યું.

લેહ-લદ્દાખમાં પણ ભૂકંપના ઝટકા

લેહ-લદ્દાખમાં આજે સવારના 4:57 વાગ્યે લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી.

બિકાનેરમાં પણ ધરતી ધ્રુજી

સવાર સવારના 5:24 કલાકે રાજસ્થાનના બિકાનેરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 રહી હતી. જો કે જાનમાલને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનું જાણવા નથી મળ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!