GSTV
News World ટોપ સ્ટોરી

Earthquake/ આ બે જગ્યાઓ પર અનુભવાયા ભૂકંપના ઝાટકા, રિક્ટલ સ્કેલ પર 6.8 અને 6.4ની તીવ્રતા

ભૂકંપ

મલેશિયાના કુઆલાલંપુરમાં સોમવારની રાતે ભૂકંપના ઝટકા અનુભવાય હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી મુજબ અહીં ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. સાથે જ એક અન્ય જગ્યા ફિલિપિન્સના મનિલામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાય અહીં રિક્ટલ સ્કેલ પર ભુકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી . નેશનલ સેન્ટર ઓફ સિસ્ટમોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી હતી.

ભૂકંપ કેવી રીતે થાય છે?

ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓને વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.

ભૂકંપની તીવ્રતા

રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને આ ભૂકંપ અનુભવાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ધરતીકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એ જ રીતે, 2.0 થી 2.9ની તીવ્રતાના ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1000 ધરતીકંપ દરરોજ આવે છે, સામાન્ય રીતે આપણે અનુભવતા પણ નથી. એક વર્ષમાં 49,000 વખત 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા કેટેગરીના ધરતીકંપ નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ તેમના દ્વારા ભાગ્યે જ કોઈ નુકસાન થાય છે.

Read Also

Related posts

પોલિટિક્સ / પૂર્વ સીએમ આઝાદની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા

Hardik Hingu

રામ મંદિર માટે નેપાળથી લવાયા બે દિવ્ય શાલિગ્રામ પથ્થર, વૈદિક વિધિ અનુસાર પૂજા બાદ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપાયા

Kaushal Pancholi

પાકિસ્તાન પર આફત યથાવત/ જાન્યુઆરીમાં થયા 44 આતંકી હુમલાઓ, સુરક્ષાદળોએ કર્યો આ દાવો

Siddhi Sheth
GSTV