પૂર્વ કચ્છનાં ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. રિક્ટરસ્કેલ ઉપર 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 12:05 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો છે. મહત્વનું છે કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે.

જાણો ભૂકંપ કેવી રીતે આવે છે?
પૃથ્વીની અંદર સાત પ્લેટ હોય છે કે જે સતત ફરતી રહે છે. જો આ પ્લેટો અચાનક જ અથડાય તો તુરંત ભૂકંપ આવે છે. તેને એવી રીતે સમજીએ કે, પ્લેટો અંદરોઅંદર અથડાય છે ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. જ્યાર બાદ સપાટીના ખૂણાઓ વળી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાના કારણે અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે જેના કારણે ધરતી ધ્રુજે છે કે જેને ‘ભૂકંપ’ કહેવાય છે.

ગુજરાતમાં કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં
મહત્વનું છે કે, ગુજરાત અને ગુજરાતમાંય ખાસ કરીને કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં છે. પૃથ્વી કરોડો વર્ષોથી એક સપાટ મેદાન પર બની નથી પણ ધરતીના વિશાળકાય પ્લેટ જોડાઈને બની છે. હિમાલીયન કોલાઈઝન ઝોનમાં આવેલ ગુજરાતમાં ભૂકંપનું કારણ ભારતીય પ્લેટ (પૃથ્વીનો પોપડો) ઉત્તર તરફ (એમ કહી શકાય કે ભારતની ભુમિ ઉત્તર તરફ ખસી રીહ છે) ખસે છે જ્યાં યુરેશિયન પ્લેટ સાથે અથડામણ થતા મોટા ભૂકંપ આવે છે.
READ ALSO :
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા