GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

દિલ્હી-NCRમાં ફરી એક વાર આવ્યો ભૂકંપ, આ વખતે નોંધાયા 4.7ની તિવ્રતાના આંચકા

આજે સાજે દિલ્હી-એનસીઆરમાં ફરી ભૂંકપના આંચકા અનુભવાયા છે. આજે સાંજે 7.2 વાગે દિલ્હી-એનસીઆર સહિતની આસપાસના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. દેશમાં એક બાજુ કોરોના વાયરસની મહામારી ફેલાઇ છે તો બીજી બાજુ કુદરત પણ રૂઠી હોય તેમ એક પછી એક વાવાઝોડું, ભૂકંપ, ભારે વરસાદ જેવી કુદરતી આફતો આવી રહી છે.

દિલ્હીમાં થોડા થોડા સમયે આવી રહ્યા છે આંચકા

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વિતેલા થોડા દિવસમાં અનેક વાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. શુક્રવારે ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ અગાઉ ગુરૂવારના રોજ લદ્દાખના કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર અહીં તિવ્ર્તા 4.5 માપવામાં આવી હતી. તો વળી આજે આવેલા ભૂકંપના આંચકા બપોરે 1 કલાકે કારગિલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેનુ કેન્દ્ર કારગિલમાં 119 કિમી નોર્થવેસ્ટમાં રહ્યુ હતું.

ભારતમાં અનેક વિસ્તારોમાં વધી રહ્યા છે ભૂકંપના આંચકા

ભારતના ઘણાં રાજ્યોમાં છેલ્લા ઘણાં દિવસોથી ભૂકંપના આંચકાઓ આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. મિઝોરમમાં ચિમ્ફાઈ પાસે શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.6ની નોંધાઈ. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ ના આંચકા બપોરે 2.35 કલાકે આવ્યા. આ પહેલા 28 જૂન એટલે કે રવિવારે બપોરે મેઘાલયના તુરા પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી પ્રમાણે ભૂકંપના આંચકા બપોરે 12.24 મિનિટ પર અનુભવાયા. સેન્ટરે જણાવ્યું કે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 રહી હતી.

26 જૂને પણ મેઘાલયના તુરામાં ભૂકંપના આંચકા અનુભવાયા

જ્યારે 26 જુન શુક્રવારે પણ મેઘાલયના તુરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મેઘાલયના પશ્ચિમમાં 79 કિમી દુર રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 3.3ની હતી. આ પહેલા પણ પૂર્વોત્તરના અસમના ગુવાહાટી, મેઘાલય, મણિપુર અને મિઝોરમમાં ભૂકંપના હળવા આંચરા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.1 હતી ત્યારે મિઝોરમના આઈઝોલમાં તેનું કેન્દ્રબિંદુ હતું.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!