GSTV
Home » News » મધ્ય ગુજરાતના રાજકારણમાં ભૂકંપ : સરકાર જાળવતી નથી ધારાસભ્ય પદની ગરીમા, સમર્થકો ઉમટ્યા

મધ્ય ગુજરાતના રાજકારણમાં ભૂકંપ : સરકાર જાળવતી નથી ધારાસભ્ય પદની ગરીમા, સમર્થકો ઉમટ્યા

મધ્યગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું. તેમણે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલથી પોતાનું રાજીનામુ મોકલ્યું હતુ.

સાવલી ડેસર તાલુકાના કાર્યકરોને જાણ થતાં તેઓ કેતન ઈનામદારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમના રાજીનામાને પગલે તેમના સમર્થકો અને ટેકેદારોના ટોળા તેમના નિવાસસ્થાને ઉમટ્યા છે. રાજીનામા પત્રમાં તેમણે સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવ તેમજ ઉદાસીનતાનું કારણ જણાવ્યું છે. ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળતું હોવાનું પણ કારણ જણાવ્યું છે.

કેતન ઈનામદારે કહ્યું કે મારી સાથે મારા સાથી ધારાસભ્યોનો અવાજ બહાર લાવવાનો પણ પ્રયાસ કર્યો છે. ધારાસભ્ય તરીકે વારંવાર અનેક રજૂઆતો કરી તેનું નિરાકરણ નહીં આવતા વ્યથિત થઈ રાજીનામું આપ્યું. મહત્વનું છે કે એક વર્ષ પહેલા વડોદરાના ત્રણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઈનામદારે નારાજગી વ્યક્ત કરી હતી. અને આ ત્રણેય ધારાસભ્યોએઓ 27 જૂન 2018ના દિવસે બેઠક કરી હતી..

કોણ છે કેતન ઈનામદાર  

  • વડોદરા જિલ્લાના સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય
  • વારસામાં મળ્યું છે રાજકારણ
  • પિતા મહેન્દ્રભાઇ ઇનામદાર ચુસ્ત કોંગ્રેસી હતા
  • પિતા મહેન્દ્રભાઇ ઇનામદાર જિલ્લા પંચાયતના સભ્ય હતા ત્યારે તેમનું અવસાન થયું હતું
  • પિતાના અવસાન બાદ ખાલી પડેલી બેઠક ઉપર કેતન ઇનામદારે કોંગ્રેસમાંથી માગી હતી ટિકીટ
  • કોંગ્રેસે ટિકીટ ન આપતા તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા
  • જિલ્લા પંચાયતની ચૂંટણી હારી જતાં ભાજપામાં જોડાયા હતા
  • જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેતન ઇનામદારે ભાજપ પાસે ભાદરવા બેઠક માટે ટિકીટ માંગી હતી
  • ભાજપે ટિકીટ ન આપતા ફરીથી અપક્ષ લડ્યા હતા અને ફરી હારી ગયા હતા
  • વર્ષ ૨૦૧૦માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધનતેજ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી લડ્યા
  • ધનતેજ બેઠક પરથી ૭,૦૦૦ મતોથી જીત્યા હતા
  • ધનતેજ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી જીત્યા બાદ પુનઃ ભાજપામાં જોડાયા 

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને વારસમાં રાજકારણ મળ્યું છે. તેઓના પિતા મહેન્દ્રભાઇ ઇનામદાર ચુસ્ત કોંગ્રેસી હતા. મહેન્દ્રભાઇ ઇનામદાર જિલ્લા પંચાયતના સભ્ય હતા ત્યારે તેઓનું અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ ખાલી પડેલી બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય કેતન ઇનામદારે કોંગ્રેસમાંથી ટિકીટ માંગી હતી.

પરંતુ, તેઓને કોંગ્રેસે ટિકીટ ન આપતા તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ હારી ગયા હતા. જિલ્લા પંચાયતની ચૂંટણી હારી જતાં કેતન ઇનામદાર ભાજપામાં જોડાયા હતા. તે બાદની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેતન ઇનામદારે ભાજપા પાસે ભાદરવા બેઠક માટે ટિકીટ માંગી હતી. પરંતુ, ભાજપાએ તેઓને ટિકીટ ન આપતા ફરીથી અપક્ષ લડ્યા હતા. તેમાં પણ તેઓ હારી ગયા હતા.

કોંગ્રેસ અને ભાજપાએ હાથ ન પકડતા કેતન ઇનામદાર વર્ષ-2010માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધનતેજ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તેમાં તેઓ 7000 મતોથી જીત્યા હતા. ધનતેજ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી જીત્યા બાદ કેતન ઇનામદાર પુનઃ ભાજપામાં જોડાઇ ગયા હતા.

READ ALSO

Related posts

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!