GSTV
India News ટોપ સ્ટોરી

દિલ્હી-NCR, UP, પંજાબ, રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ભૂકંપ, તીવ્રતા 6.6; ઝટકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિલ્હી-NCRમાં મંગળવારે રાતે લગભગ સવા દસ વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. UP, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહારમાં પણ ઝટકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં રહ્યું હતું. ભારત સિવાય અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કજાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કાલાફગનમાં હતું.

જયપુર સહિત રાજસ્થાનના ઘણા જિલ્લામાં રાતે સાડા દસ વાગ્યે ભૂકંપના ઝાટકા અનુભવાયા
રાજસ્થાનમાં મંગળવારે રાતે લગભગ સાડા દસ વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જયપુર સહિત તમામ શહેરોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોએ એક-બીજાને ફોન કરીને ભૂકંપની માહિતી આપી હતી. બીકાનેર, જોધપુર, અલવર, ગંગાનગર, અજમેર, ઝુંઝુનૂં વગેરે શહેરોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઝટકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા અને પોતાના સંબંધીઓને ફોન કરીને આ અંગેની માહિતી આપી હતી. જેથી બધા લોકો સુરક્ષિત રીતે ઘરની બહાર નીકળી શકે.

એક દિવસ પહેલા ઉત્તરાખંડ, હિમાચલમાં આવ્યો હતો ભૂકંપ
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં સોમવારે સવારે પાંચ વાગ્યે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. નેશનલ સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પિથૌરાગઢથી 40 કિમી દૂર જમીનની પાંચ કિમી નીચે હતું. ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે સવારે 3.2 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ સવારે 7.35 મિનિટે આવ્યો હતો. જેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 10 કિલોમીટર ઉત્તર-પૂર્વોતરમાં હતું. કચ્છ જિલ્લામાં ભૂકંપનો ખતરો વધુ રહે છે અને નિયમિત રૂપથી અહીં-અહીં હળવા ઝટકા અનુભવાય છે.

READ ALSO…

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV