GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સાવ ઓછા મૂડી રોકાણમાં કરી શકો છો માસિક 30 હજારથી વધુનો નફો, સરકાર લાવી છે આ યોજના

કેન્દ્ર સરકારે લોકલ માટે વોકલ અભિયાનની શરૂઆત આત્મનિર્ભર ભારત અંતર્ગત કરી છે. લોકડાઉન બાદ જો તમે બેરોજગાર થઈ ગયા હોવ અને થોડી ઘણી જમા મૂડી સાથે પોતાનો વ્યાપાર ચાલુ કરવા માંગો છો. તો હાલ કુલડીનો વ્યવસાય ચાલુ કરી શકો છો. આ કારોબાર ઓછા મૂડી રોકાણ સાથે કરી શકાય છે. આજકાલ બજારમાં લોકો કુલડી કે પછી માટીના બનેલા ગ્લાસમાં ચા તેમજ દૂધ પીવાનું પસંદ કરે છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ અને નાની મોટી જગ્યાઓ પર ખુલેલી દુકાનોમાં પણ માટીના બનેલા ગ્લાસ અને કુલડીનો પ્રયોગ વિશેષ પ્રયોગ કરાઈ રહ્યો છે.

25 હજાર ઈલેક્ટ્રિક ચાકનો રખાયો છે લક્ષ્યાંક

પીએમ નરેન્દ્ર મોદીએ કુલડી બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે કુમ્હાર સશક્તિકરણ યોજના પણ લાગુ કરી છે. એના દ્વારા સરકાર કુંભારને ઈલેક્ટ્રીક ચાક દેવા માગે છે. જેથી તેઓ કુલડી બનાવી શકે. પછીથી સરકાર આ કુલડીઓની સારી કિંમત પર ખરીદી લેશે. કુલડી બનાવવા માટે થોડી સ્પેશની જરૂરિયાત રહેશે. સ્પેશ માટે પ્રોમ્પટ લોકેશન હોવું જરૂરી છે. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેને વિનય કુમાર સક્સેનાના મુજબ આ વર્ષે સરકારે 25 હજાર ઈલેક્ટ્રિક ચાક વેંચવાનું નક્કી કર્યું છે.

કુલડીની સપ્લાય સાથે ચાનો અથવા દૂધનો બિઝનેસ પણ કરી શકો

ચા માટેની કુલડીની કિંમત ઓછામાં ઓછી 50 રૂપિયા, લસ્સીની કુલડીના 150 રૂપિયા, દૂધની કુલડીના 150 રૂપિયા અને પ્યાલીના 100 રૂપિયા ચાલી રહ્યા છે. માગ વધવા પર તમને આનાથી પણ વધારે સારા ભાવ મળી શકે છે. કુલડીની સપ્લાય સાથે સાથે તમે કુલડીની ચાનો અથવા દૂધનો બિઝનેસ પણ કરી શકો છો. આ બિઝનેસ પણ 5 હજાર રૂપિયાથી શરૂ થઈ શકે છે. કુલડીની ચા શહેરોમાં 10થી 20 રૂપિયાના ભાવે વેચાણ છે. કુલડી ચાય બિઝનેશમાં પણ 1 દિવસના 1000 રૂપિયા આસપાસ બચત થઈ શકે છે. આ હિસાબે તમે મહિને 30 હજાર રૂપિયાથી વધારેની કમાણી કરી શકો છો.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!