GSTV
Home » News » દર મહિને થઇ શકે છે 1 લાખ રૂપિયા સુધીની કમાણી, શરૂ કરો આ બિઝનેસ

દર મહિને થઇ શકે છે 1 લાખ રૂપિયા સુધીની કમાણી, શરૂ કરો આ બિઝનેસ

બિઝનેસ માટે જો તમે કૃષિ ક્ષેત્રમાં પોતાનુ નસીબ અજમાવવા ઈચ્છો છો તો મૌસમના ભરોસે ચાલતી ખેતી સિવાય પણ કેટલાંક વિકલ્પ છે, જે તમારા લાભની ગેરંટી આપે છે. જેમાંથી એક છે મુરઘી પાલનનો બિઝનેસ. આ કારોબારને ઓછામાં ઓછા 5 થી 9 લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. નાના સ્તર એટલેકે 1500 મુરઘીઓથી લેયર ફાર્મિગની શરૂઆત કરશો તો તમે 50 હજારથી 1 લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી કમાવી શકો છો.

કેટલા રૂપિયા થશે ખર્ચ- સૌથી પહેલી જગ્યા, પાંજરા અને સાધનો પર લગભગ 5 થી 6 લાખ રૂપિયા ખર્ચવા પડશે. 1500 મુરઘીઓના ટાર્ગેટથી કામ શરૂ કરવાનુ હોય તો 10 ટકા વધુ ચૂઝા ખરીદવુ પડસે. અસમય બિમારીને પગલે મુરઘીઓને મરવાનો ખતરો હોય છે.

મુરઘીઓ ખરીદવાનું બજેટ 50 હજાર રૂપિયા- એક લેયર પેરેન્ટ બર્થની કૉસ્ટ લગભગ 30 થી 35 રૂપિયા હોય છે. એટલેકે મુરઘીઓ ખરીદવા માટે 50 હજાર રૂપિયાનું બજેટ રાખવુ પડશે. હવે તેને પાળવા માટે અલગ-અલગ પ્રકારનુ ખાવાનુ ખવડાવવુ પડે છે અને સાથે જ મેડિકેશન પર પણ ખર્ચ કરવો પડે છે.

20 અઠવાડિયાનો ખર્ચ 3-4 લાખ રૂપિયા- સતત 20 અઠવાડિયા સુધી મુરઘીઓને ખવડાવવાનો ખર્ચ લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા. એક લેયર પેરેન્ટ બર્ડ એક વર્ષમાં લગભગ 300 ઈંડા આપે છે. 20 અઠવાડિયા બાદ મુરઘીઓ ઈંડા આપવાનુ શરૂ કરે છે અને આખા વર્ષ સુધી ઈંડા આપે છે. 20 અઠવાડિયા બાદ તેના ખાવા પીવા પર અંદાજે 3 થી 4 લાખ રૂપિયા ખર્ચ થાય છે.

વાર્ષિક 14 લાખ રૂપિયા સુધી કમાણી- એવામાં 1500 મુરઘીઓથી 290 ઈંડા પ્રતિ વર્ષની સરેરાશથી લગભગ 4,35,000 ઈંડા મળે છે. બરબાદી બાદ પણ જો 4 લાખ ઈંડા વેચવામાં આવે તો એક ઈંડુ 3.5 રૂપિયાના દરથી વેચાય છે. એટલેકે આખા વર્ષમાં ઈંડા વેચીને 14 લાખ રૂપિયા સુધીની કમાણી થશે.

ફૉર્મલ ટ્રેનિંગ જરૂરી- કમાણી ભલે સારી હોય, પરંતુ આ વેપારમાં હાથ અજમાવતા પહેલા સારી ટ્રેનિંગ લેવી જરૂરી છે.

Related posts

કાશ્મિર પર પાકિસ્તાનની નવી રમત, હવે પહોંચ્યું ફેસબુક-ટ્વિટર પાસે

Kaushik Bavishi

નર્મદા ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા, નજારો જોવા લોકોની ભીડ ઉમટી

Nilesh Jethva

વિરાટ કોહલી માટે આજની તારીખ ખુબ જ મહત્ત્વની છે, જાણો શા માટે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!