GSTV

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Last Updated on July 26, 2021 by Pritesh Mehta

કોરોના સંકટ વચ્ચે જો તમે પણ નોકરી ધંધા છોડીને ગામ પરત ફરી ગયા છો અને જો તમારે પાસે ખેતી કરવા લાયક જમીન છે તો તમારી પાસે સજાવટની સાથે દવા તરીકે ઉપયોગમાં આવતા આ ખાસ ફૂલની ખેતી અંગે વિચારવું જોઈએ. આ ખેતીમાં દર વર્ષે સામાન્ય રકમ લગાવીને તમે 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તેના માટે તમારી પાસે 1 હેક્ટર જેટલી જમીન હોવી જોઈએ. તમે લગ્ન પ્રસંગો તહેવારો સહીત તમામ ધાર્મિક પ્રસંગોમાં ગલગોટાના ફૂલનો ઉપયોગ થતો તો જોયો જ હશે. આ ફૂલ સજાવટ માટે તો કામમાં આવે છે સાથે સાથે તેમાં વિરમીન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે. તો તેના રસનો ઉપયોગ ત્વચા સાથે જોડાયેલ અને સમસ્યાઓમાં સારવાર માટે પણ કામ આવે છે. તો ઘણી ગંભીર રોગોની દવા બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એવામાં  ગલગોટાની ખેતી કરવી ફાયદેમંદ બની શકે છે.

કેન્સર અને હુરદાય રોગમાં પણ થાય છે ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ

ગલગોટાના ફૂલનો રસનો ઉપયોગ હૃદય રોગ, કેન્સર અને સ્ટ્રોકને રોકવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં, આ ફૂલ માંથી અત્તર અને અગરબત્તી પણ બનાવવામાં આવે છે. જો તમારી પાસે એક એકર ખેતી લાયક જમીન છે તો તમે દર વર્ષે 5 થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. એક એકર ખેતરમાં દર અઠવાડિયે 3 કવિન્ટલ સુધી ફૂલનું ઉત્પાદન થાય છે. ઓપન માર્કેટમાં આ ફૂલની કિંમત 70 રૂપિયા કિલો સુધીની મળે છે એટલે દર વર્ષે 20 હજાર રૂપિયા સુધીની આવક થઇ શકે છે. જણાવી દઈએ કે દર વર્ષે ગલગોટાના ફૂલની ખેતી ત્રણવાર કરી શકાય છે. એક વખત લગાવ્યા પછી 2 વર્ષ સુધી ફૂલનું ઉત્પાદન થાય છે. એક એકર જમીનમાં દર વર્ષે લગભગ 1 લાખ રૂપિયા જટલો ખર્ચ થાય છે.

એક હેક્ટરમાં 1 કિલો બીજની પડે છે જરૂર

એક હેક્ટરના ખેતરમાં ગલગોટાની ખેતી માટે 1 કિલો બીજની જરૂર પડે છે. આ બીજથી ગલગોટાના ફૂલની નર્સરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ગલગોટાના છોડ ચાર પાંદડા વાળા થાય ત્યારે તેને ખેતરમાં રોપવામાં આવે છે. લગભગ 35થી 40 આવવા લાગે છે. સારા ઉત્પાદન માટે પહેલી કળીને લગભગ 2 ઇંચ નીચેથી જ તોડી લેવી જોઈએ તેમ માનવામાં આવે છે.ગલગોટાના છોડ પર એક સાથે ઘણી બધી કળીઓ આવે છે. જણાવી દઈએ કે પહેલા શિયાળામાં ગલગોટાનું ઉત્પાદન કરવું અઘરું હતું. પરંતુ હવે બાગબાની વિભાગ બિનઋતુગત ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોની મદદ કરી રહ્યું છે.

શિયાળામાં ઠંડી અને પશુઓથી બચાવવા જરૂરી

ગલગોટાના ફૂલને શિયાળામાં અતિશય ઠંડીથી બચાવવા પડે છે. ગલગોટાના ફૂલની મુખ્ય જાતો બોલેરો, બ્રાઉન સ્કાઉટ, બટરસ્કોચ, સ્ટાર ઓફ ઇન્ડિયા, યલો ક્રાઉન, રેડ હેડ, બટરવાલ અને ગોલ્ડન જેમ છે. તેના બીજ કોલકાતામાં સરળતાથી મળી જાય છે. કેટલાંક ખેડૂતો એક વર્ષમાં ગલગોટાનું 4 વખત સુધીનું ઉત્પાદન મેળવી લેતા હોય છે.  આ ખેડૂતો વર્ષમાં ચાર વખત બીજ નાખે છે. સામાન્યરીતે ગલગોટાના છોડ રોપણીના 40 દિવસની અંદર ફૂલ આવવાના શરૂ થઇ જાય છે. આ ફૂલોને સારી રીતે વિકસિત થયા બાદ છોડ પરથી તોડવા જોઈએ. જાણકારોનું કહેવું છે કે ગલગોટાના ફૂલોને સવારે અને સાંજના સમયે જ તોડવા જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!