GSTV
Business Trending

ChatGPTએ એક યુવકને બનાવ્યો માલામાલ, AIના જવાબથી બે દિવસમાં ઉભી કરી દીધી કંપની

લોકો અવારનવાર પૈસા કમાવા શોર્ટકટ શોધતા હોય છે. તાજેતરમાં એવી જ અનોખી ઘટના બની હતી. ચર્ચામાં જોવા મળતી ChatGPT કે જેમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ મળે છે. તેમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે, આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તેણે પોતાની કંપની બનાવી હતી. તે પણ માત્ર એક જ દિવસમાં ઉભી કરી હતી. હવે તે લાખોમાં કમાઈ રહ્યો છે. તેણે AIને માત્ર એટલું જ પૂછ્યું કે વધુમાં વધુ પૈસા કેવી રીતે કમાઈ શકાય? આના જવાબમાં AIએ ઓનલાઈન બિઝનેસના આઈડિયા આપ્યા કે જેને કારણે વ્યક્તિનું જીવન બદલાઈ ગયું છે. જેક્સન ફોલ નામના આ વ્યક્તિએ ટ્વિટર પર પોતાની સ્ટોરી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આ અદ્ભૂત સિદ્ધિ હાંસલ કરી છે. જેક્સને તેના ટ્વિટર થ્રેડમાં લખ્યું છે કે, તેણે ChatGPT વિશે ઘણી ચર્ચાઓ સાંભળી હતી. 

બિઝનેસમેન બનવા ChatGPTને કર્યો પ્રશ્ન

જેમાં મેં પ્રશ્નનો કર્યા હતા કે, જો તમે બિઝનેસમેન છો અને તમારી પાસે માત્ર 100 ડોલર છે. તમરો ધ્યેય ઓછા સમયમાં વધુમાં વધુ પૈસા કમાવવાનો છે, તે પણ કંઈ ખોટું કર્યા વિના, તો આનો રસ્તો શું હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં, ChatGPTએ એક ઓનલાઈન બિઝનેસ આઈડિયા સૂચવ્યો અને કહ્યું કે તમે તેનાથી ઈચ્છો તેટલી કમાણી કરી શકો છો.

ChatGPTના જવાબને ફોલો કરતા આજે ફર્મનું બજાર મૂલ્ય $25,000ને પાર

ChatGPTના જવાબમાં જાણવા મળ્યું કે, રોકાણ કેવી રીતે આવશે. આ રીતે, જેક્સન ChatGPTના તમામ માહિતી ફોલો કરતો ગયો અને તેની કંપની એક જ દિવસમાં ઊભી થઈ ગઈ હતી. તેમના કહે મુજબ આજે તેની ફર્મમાં ઘણા રોકાણકારો છે અને ફર્મનું બજાર મૂલ્ય $25,000ને પાર થઇ ગયું છે.

માત્ર બે દિવસમાં કંપનીએ કરી જોરદાર કમાણી 

જેક્સનના જણાવ્યા અનુસાર, તેમની કંપની માત્ર બે દિવસ પહેલા બનાવવામાં આવી છે. અત્યારે આ કંપની પાસે લગભગ 1.5 લાખ રૂપિયાની રોકડ છે. હવે જેક્સને તેની કંપનીને કેવી રીતે મોટી બનાવવી તે અંગેના સૂચનો માટે ChatGPTને પૂછ્યું છે. જવાબના આધારે તેઓ આગળનું પગલું ભરશે.

Related posts

લાંબા આયુષ્ય માટે ફિટ અને સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ આ સારી આદતોનું પાલન કરવું જોઈએ, બીમારીઓ રહેશે દૂર

Hina Vaja

VIDEO: રાજકોટમાં નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કારની સીટના બદલે દરવાજા પર બેસીને સીન-સપાટા કરતો મળ્યો જોવા

pratikshah

ઉત્તરાખંડની ટનલ દૂર્ઘટના: 41 મજૂર ક્યાર સુધી ઘરે જઇ શકશે? AIIMSએ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે આપી જાણકારી

Moshin Tunvar
GSTV