GSTV

જલ્દી કરો! ઘરની છત પણ લાખો રૂપિયાની કરાવે છે કમાણી, માલામાલ બનવા અપનાવો આ ટ્રિક

જો તમારા ઘરની છત પણ ખાલી પડેલી છે તો તમારી પાસે કમાણી કરવાની સારી તક છે. આજે અમે તમને કંઈક આવા જ બિઝનેસ આઈડિયા વિશે જણાવીએ છીએ, જે થકી તમે સરળતાથી લખપતિ બની શકો છો. આ બિઝનેસ તમને ઘર બેઠા સારી રકમ આપી શકે છે. તે માટે તમારે ખૂબ વધારે ઈન્વેસ્ટમેન્ટ પણ કરવું પડશે નહી. જોકે, થોડી સાવધાની જરૂર રાખવી પડશે. તો આવો અમે તમને જણાવીએ કે, તમે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો છો…

સોલર પેનલ લગાવી કરો કમાણી

સોલર પ્લાંટના બિઝનેસથી કરો કમાણી સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં જો તમારી બિલ્ડિંગની છત પર સોલર પ્લાંટ લગાવવા માગો છો તો આ ન માત્ર તમારું વિજળીનું બિલ બચાવી શકે છે, પરંતુ કમાણી પર કરાવી શકે છે.

ટેરેસ ફાર્મિંગથી કરો કમાણી

તે સિવાય તમે ટેરેસ ફાર્મિંગ થકી પણ કમાણી કરી શકો છો. તે માટે બિલ્ડિંગની છત પર ગ્રીન હાઉસ બનાવવાનું રહેશે. જ્યાં પોલીબેગમાં શાકભાજીના પ્લાન્ટ લગાવી શકો છો અને ડ્રિપ સિસ્ટમથી નિરંતર સિંચાઈ કરી શકાય છે, પરંતુ તે માટે ખાસ સારસંભાળની જરૂરિયાત હોય છે.

મોબાઈલ ટાવર લગાવી કમાણી કરો

જો તમારી બિલ્ડિંગની છત ખાલી છે તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડા પર આપી શકે છે. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ તમારે કંપની તરફથી દર મહીને કેટલીક રકમ આપવામાં આવે છે. તે માટે તમારે સ્થાનીય નગર નિગમ પાસેથી મંજૂરી લેવી પડશે.

હોર્ડિંગ્સ લગાવી કરો કમાણી

જો તમારી બિલ્ડિંગ એવા લોકેશન પર છે, જે દૂરથી સરળતાથી દેખાય છે અથવા કોઈ મેન રોડની સાથે લાગે છે તો તમે પોતાની છત પર હોર્ડિંગ્સ લગાવી કરી સારી એવી રકમ મળી શકે છે. દરેક શહેરમાં એવી એડવરટાઈજિંગ એજન્સી છે, જે આઉટડોર એડવરટાઈજિંગનું કામ કરે છે. તમે આ એજન્સી સાથે સંપર્ક કરી શકો છો. જે દરેક પ્રકારની ક્લીયરેંસ લઈને તમારી છત પર હોર્ડિંગ લગાવશે. જોકે, તમારે સાવધાન રહેવાનું છે કે, હોર્ડિંગ લગાવતા પહેલા એજન્સીની પાસે ક્લીયરેંસ છે અથવા નહી. નહીતર તમારી વિરુદ્ધ સરકારી કાર્યવાહી થઈ શકે છે. હોર્ડિંગનું ભાડુ પ્રોપર્ટીની લોકેશનના આધાર પર નક્કી હોય છે.

READ ALSO

Related posts

સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા

pratik shah

જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ

Mansi Patel

ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!