GSTV

ફાયદો જ ફાયદો/ નોકરી કરતાં પણ વધુ કમાણી કરાવતો બિઝનેસ! ઘરેબેઠા દર મહિને થશે લાખ રૂપિયાનો પ્રોફિટ

બિઝનેસ

Last Updated on July 28, 2021 by Bansari

આ સમયે જો તમે કોઇ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં હોય તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું, જેના દ્વારા તમે દર મહિને 80 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જણાવી દઇએ કે આ પ્રોડક્ટનું ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અમીરથી લઇને ગરીબ દરેક પરિવારમાં આ પ્રોડક્ટનું ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ બિઝનેસ ટૂથપેસ્ટનો છે. જી હા ટૂથપેસ્ટનો બિઝનેસ કરીને તમે દર મહિને મોટી કમાણી કરી શકો છો.

આજનાં સમયથી, આ પ્રકારના પ્રોડક્ટ માટે તમારું માર્કેટિંગ સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ તમે ઓર્ગેનિક અને સારી ગુણવત્તાવાળા પ્રોડક્ટ બનાવીને બજારમાં સારી જગ્યા બનાવી શકો છો. આજકાલ મોટાભાગની કંપનીઓ અતિશયોક્તિ દ્વારા આ પ્રોડકટનું માર્કેટિંગ કરે છે. આ સિવાય તેને જુદા જુદા ફ્લેવરમાં પણ લોન્ચ કરી રહ્યા છે.

બિઝનેસ

ટૂથપેસ્ટ બનાવવાના બિઝનેસ માટે આ વસ્તુઓની પડશે જરૂર

આ બિઝનેસ શરૂ કરવા માટે, તમારે મશીનો, જગ્યા, વીજળીની સુવિધા અને જીએસટી નંબરની જરૂર પડશે. કોઈપણ બિઝનેસ શરૂ કરવા માટે જીએસટી નંબર આવશ્યક છે.

કેટલી જગ્યાની જરૂર પડશે?

આ બિઝનેસ શરૂ કરવા માટે, તમારે લગભગ 500 થી 700 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. તેની અંદર એક પ્લાન્ટ બનાવવો પડશે, તે સિવાય તમારે વેરહાઉસની પણ જરૂર પડે છે.

બિઝનેસ

આ કંપનીઓ સારો બિઝનેસ કરી રહી છે

આજના સમયમાં, ઘણી કંપનીઓ ટૂથપેસ્ટ બનાવવાનો બિઝનેસ કરી રહી છે. હાલમાં કોલગેટ, પેપ્સોડેન્ટ, ડાબર, ક્લોઝ અપ, ઓરલ-બી અને પતંજલિ જેવી ઘણી કંપનીઓ આ બિઝનેસમાં સારો બિઝનેસ કરી રહી છે.

તમારે કેટલું રોકાણ કરવું પડશે?

આ બિઝનેસ માટે રોકાણ વિશે વાત કરતા પહેલા તમારે તે નક્કી કરવું પડશે કે તમે તેને નાના સ્તરે કરવા માંગો છો કે મોટા સ્તરે. નાના બિઝનેસમાં તમારે ઓછું રોકાણ કરવું પડશે. બીજી બાજુ, જો તમારી પોતાની જમીન છે તો તમારે ઓછું રોકાણ કરવું પડશે. મશીનમાં રોકાણની વાત કરીએ તો આ માટે ઓછામાં ઓછા 50 હજારથી 1.50 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. તે જ સમયે, જો તમે કાચા માલની વાત કરો, તો તમારે આ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે, એકંદરે તમે તેને દોઢથી બે લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો.

બિઝનેસ

કેટલો ફાયદો થશે?

જો તમે આ બિઝનેસ મોટા પાયે શરૂ કરવા જઇ રહ્યા છો, તો તમે દર મહિને 80 હજારથી એક લાખ રૂપિયા કમાઈ શકો છો. તમે આ બિઝનેસમાં સારો નફો મેળવી શકો છો.

Read Also

Related posts

Diwali 2021/ દિવાળી પે કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!