GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

મહિને 50 હજારની થશે કમાણી : સરકાર આપશે 80 ટકા સુધીનો લોન, જાણો કયો છે આ વ્યવસાય

તમારી પાસે પુરતા નાણાં નથી, પરંતુ તમારામાં બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા છે, તો તમે દર મહિને સારા નાણાં કમાવી શકો છો. મોદી સરકારની વડા પ્રધાન મુદ્રા યોજના તમને આ કામમાં ઘણી મદદ કરી શકે છે. મુદ્રા યોજના હેઠળ તમે માત્ર લોન જ નહીં બિઝનેસ માટે સંપૂર્ણ પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકો છો. આવી સ્થિતિમાં તમે સાબુ ફેક્ટરીને નાના વ્યવસાય તરીકે શરૂ કરવાનું વિચારી શકો છો. સાબુની માંગ મોટા શહેરોથી નાના શહેરો-ગામોમાં જળવાઈ રહી છે, જે તમારા માટે નફાકારક સોદો બની શકે છે.

રૂ.4 લાખમાં સાબુની ફેક્ટરી શરૂ કરો


તમે માત્ર 4 લાખ રૂપિયામાં સાબુ બનાવવાની ફેક્ટરી શરૂ કરી શકો છો. તમે આ બિઝનેસથી ઘણું કમાવી શકો છો. આ વ્યવસાય કેવી રીતે શરૂ થશે, તમારે પૈસા કમાવવા કેવી રાહ જોવી પડશે. આ માટેની તમને શું શું જરૂર પડશે? તો જાણીએ આ તમામ બાબતો વિશે.

વર્ષનો 6 લાખ રૂપિયા સુધીનો નફો


મુદ્રા યોજનાની પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ અનુસાર તમે એક વર્ષમાં લગભગ 4 લાખ કિલો પ્રોડક્શન કરી શકશો, જેની કુલ વેલ્યૂ લગભગ 47 લાખ હશે, ખર્ચ અને અન્ય ચૂકવણી કર્યા બાદ તમને વર્ષનો 6 લાખ રૂપિયા નફો મળશે.

80 % સુધી મળશે લોન

સાબુની ફેકટરી શરૂ કરવાનું કામકાજ ખુબ જ સરળ રહેશે, કારણકે તેની પૂરી માહિતી તમને સરકાર જાતે જ આપે છે આ બિઝનેસ સાથે સંકળાયેલ બધી જ માહિતીનો સમાવેશ થાય છે, જે સરકાર તમને પુરી પાડશે. આ બિઝનેસ માટે સરકાર 80 ટકા લોન પણ આપે છે. આ માટે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ પણ બનાવવાની જરૂર નથી, કારણકે, સરકાર પાસે તે પહેલાંથી જ છે. જેનો તમે ઉપયોગ કરીઓ શકો છો.

સાત મહિનામાં શરૂ કરી શકશો બિઝનેસ


કુલ સાત મહિનામાં તમે તેની તમામ ઓપચારિકતાઓ પૂર્ણ કરીને ઉત્પાદન શરૂ કરી શકો છો. મશીનો અને સાધનો 1 લાખ રૂપિયામાં આવે છે. આ એકમ સ્થાપિત કરવા માટે તમારે કુલ 750 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. આ જગ્યામાં 500 ચોરસ ફૂટની જગ્યા પર મશીનો આવશે. આ જગ્યા પર મશીનો સહિત કુલ 8 ઉપકરણો લગાવી શકાશે. મશીનો અને તેના ઇન્સ્ટોલેશનની કિંમત માત્ર 1 લાખ રૂપિયા થશે.

કુલ ખર્ચમાં તમારે કેટલું ચૂકવવું પડશે


આ સંપૂર્ણ સેટઅપ સ્થાપીત કરવા માટે કુલ 15,30,000 રૂપિયા ખર્ચ થશે. આમાં જગ્યા, મશીનરી, ત્રણ મહિનાની કાર્યકારી મૂડી શામેલ છે. આમાંથી તમારે ફક્ત 3,82,000 રૂપિયા ખર્ચ કરવા પડશે, કારણ કે તમે બાકીની લોન બેંકો પાસેથી લઈ શકો છો. જો તમે આ વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો અહીંથી પ્રોજેક્ટ રિપોર્ટ મેળવો. તમને તે વિશેની સંપૂર્ણ માહિતી http://www.mudra.org.in/ પર મળશે. લોન તમને કોઈ સરકારી અથવા ખાનગી બેંક તરફથી મળી જશે. મુદ્રા યોજના હેઠળ તમે કુલ પ્રોજેક્ટ ખર્ચના 80% સુધીની લોન મેળવી શકો છો.

Read Also

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!