GSTV
Gujarat Government Advertisement

2021માં શાનદાર કમાણીવાળો બિઝનેસ, એકવાર લગાવશો 50 હજાર તો દર મહિને થશે 40 હજાર સુધીનો નફો

Last Updated on January 27, 2021 by Mansi Patel

જો તમે નવા વર્ષમાં કોઈ બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા વ્યવસાય વિશે જણાવીશું કે જે તમે ઘરે બેઠા શરૂ કરી શકો છો. આ માટે તમારે કોઈ વિશેષ તાલીમ લેવાની જરૂર રહેશે નહીં. શરૂઆતમાં આ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે 50 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જેના પછી તમે દર મહિને લગભગ 35 થી 40 હજારનો નફો મેળવી શકો છો. ચાલો તમને આ વ્યવસાય વિશે વિગતવાર જણાવીશું-

તમે પ્રિંટેડ ટી-શર્ટનો વ્યવસાય શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. આ દિવસોમાં તમામ જનરેશનનાં લોકોમાં ટી-શર્ટને લઈને ઘણો ક્રેઝ હોય છે અને ઉનાળાની ઋતુમાં તેમની માંગ ઘણી વધારે છે. તેથી જો તમે આ વ્યવસાય સેટ કરી શકો છો, તો આ સમયે તમે ઉનાળામાં સારી કમાણી કરી શકો છો.

આ વ્યવસાયમાં કેટલો ખર્ચ થશે

નિષ્ણાતોના મતે, એક સામાન્ય પ્રિન્ટિંગ મશીનની કિંમત 50 હજાર રૂપિયા સુધીની હોય છે, જેના દ્વારા તમે તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. આ સિવાય સામાન્ય ગુણવત્તાવાળી વ્હાઇટ ટી-શર્ટ લગભગ 120 રૂપિયામાં મળે છે. છાપકામના ખર્ચની વાત કરીએ તો તેની કિંમત 1 રૂપિયાથી 10 રૂપિયા છે. એટલે કે, તમારી ટીશર્ટ લગભગ 140 રૂપિયામાં તૈયાર થઈ જશે અને તમે તેને બજારમાં 250 થી 300 રૂપિયામાં વેચી શકો છો. એટવેકે, તમે બમણી કિંમત મેળવી શકો છો.

ધંધો શરૂ કરવા માટે કેટલો ખર્ચ થશે

જો આપણે ખર્ચની વાત કરીએ તો, આ ધંધામાં આશરે 50 થી 70 હજાર રૂપિયા સુધી થાય છે. જો તમારા સંપર્કો બની જાય છે, તો પછી તમે મોટી કંપનીઓના ઓર્ડર પણ મેળવી શકો છો, જેમાંથી તમે લાખોમાં કમાણી કરી શકો છો.

કેવી રીતે કરી શકો છો દર મહિને 40 હજારની કમાણી

જણાવી દઇએ કે, ટી-શર્ટ પર છાપવામાં લગભગ એક મિનિટનો સમય લાગે છે. જો તમે દરરોજ લગભગ 10 થી 15 ટી-શર્ટ છાપો છો, તો પછી તમે એક મહિનામાં 330 થી 450 ટી-શર્ટ છાપી શકો છો, જે તમે બજારમાં તમારા નફા પ્રમાણે વેચી શકો છો. આ સિવાય તમે તેને ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ વેચી શકો છો, જેના દ્વારા તમે દર મહિને 40 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

આ સિવાય જો તમારે આ વ્યવસાય મોટા સ્તરે શરૂ કરવો હોય તો આ માટે તમારે ઓટોમેટીક મશીન ખરીદવું પડશે. આ મશીન થોડું મોંઘું છે, પરંતુ એકવાર તે સેટ થઈ જાય અને કમાણી પ્રમાણે તમે આ મશીન ખરીદી શકો છો. આ તમારા નફામાં ખૂબ ઝડપથી વધારો કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ

Pravin Makwana

Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ

Damini Patel

મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!