GSTV

કોઈ પણ બેન્કમાં જમા કરો દર મહિને 28 રૂપિયા, મળશે 4 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે ?

બેન્ક

Last Updated on October 22, 2021 by Damini Patel

જો તમારું પણ એકાઉન્ટ કોઈ સરકારી બેન્કમાં છે તો આ ખબર તમારા કામની છે. બેન્ક પોતાના ગ્રાહકોને ઘણા ફાયદા આપી રહી છે. ઘણા ગ્રાહકો એવા છે જેને આ અંગે જાણ નહિ હોય. આજે અમે તમને જણાવી દઈએ કે તમે દર મહિને માત્ર 28.5 રૂપિયા જમા કરી 4 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. તો ચાલો જાણીએ બેન્કની આ સ્કીમ અંગે.

બેન્ક આપે છે 4 લાખ રૂપિયાની આ સુવિધા

money

4 લાખ રૂપિયાનું આ બેનિફિટ લેવા માટે તમારે સરકારની બે યોજનામાં રોકાણ કરવું પડશે. આ સ્કીમ છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સ્કીમમાં રોકાણની રકમ ખુબ ઓછી છે. આ બંને સ્કીમ મળીને વાર્ષિક માત્ર 342 રૂપિયા જમા કરવાના હોય છે.

જનધન ખાતાધારકોને ફ્રીમાં મળશે 2 લાખનો ફાયદો ‘

તમને જણાવી દઈએ કે બેન્ક તરફથી જનધન ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવે છે. બેન્ક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધી એક્સિડેન્ટલ કવરની સુવિધા આપી રહી છે.

PMJJBY માત્ર 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો ફાયદો

પ્રધાનમંત્રી જીવન વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને લાઈફ કવર મળે છે. જો વીમિત વ્યક્તિની મોત થઇ જાય છે તો એના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેન્ક ખાતાથી ઇસીએસથી લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana-PMSBY) ખુબ ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જે હેઠળ માત્ર 12 રૂપિયામાં ખાતાધારકોને 2 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળે છે.

અટલ પેન્શન યોજના

કેન્દ્ર સરકારે ઓછા રોકાણ પર પેન્શન ગેરંટી માટે અટલ પેન્શન યોજના શરુ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 1000થી લઇ 5000 રૂપિયા મહિને પેન્શનની ગેરેન્ટી આપે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધીની ઉંમરનો વ્યક્તિ આવેદન કરી શકે છે.

Read Also

Related posts

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!