GSTV
Home » News » પહેલા ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે દંગલ હતું, હવે કોંગ્રેસ પર બોમ્બ ફોડ્યાનો આક્ષેપ

પહેલા ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે દંગલ હતું, હવે કોંગ્રેસ પર બોમ્બ ફોડ્યાનો આક્ષેપ

પશ્વિમ બંગાળના મુર્શીદાબાદમાં ટીએમસીના કાર્યકરના ઘર પર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત થયા હતા જ્યારે બે જેટલા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. બોમ્બથી કરવામાં આવેલા હુમલા બાદ ટીએમસી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી અને પરિસ્થિતિ ખરાબ બની હતી.

ટીએમસીનો આરોપ છે કે, કોંગ્રેસના કાર્યકરોએ આ હુમલાને અંજામ આપ્યો છે. હુમલામાં ખૈરૂદ્દીન શેખ અને સોહેલ રાણાનું મોત થયું.  મૃતક ખૈરૂદ્દીન શેખના પુત્રએ આ મામલે જણાવ્યુ કે, રાત્રીના સમયે અમે જ્યારે ઊંઘી રહ્યાં હતા ત્યારે અમારા ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યુ કે આ પહેલા મારા કાકાને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. મારા પિતા અને કાકાની હત્યા પાછળ કોંગ્રેસનો હાથ છે. મહત્વનું છે કે, પશ્વિમ બંગાળમાં અત્યાર સુધી ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા ફેલાતી હતી. જો કે, હવે હિંસાની ઘટનામાં કોંગ્રેસનું નામ પણ સામે આવી રહ્યું છે.

READ ALSO

Related posts

આ કંપનીએ એવો કલર બનાવ્યો કે 1000 સેલ્શિયસ જેટલી આગ લાગશે તો પણ દિવાલને કંઈ નહીં થાય

Mayur

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!