GSTV

ઈ-ટિકટના ફ્રોડ માસ્ટરમાઈન્ડની રેલવેને ઓફર, મહિને 2 લાખ પગાર આપો બધું બરોબર કરી દઈશ

ઈ ટિકિટ રેકેટના માસ્ટર માઈન્ડ હામિદ અશરફને લઈ એક ચોંકાવનારી જાણકારી હાલમાં જ પ્રાપ્ત થઈ છે. આ આરોપીએ આરપીએફના ડાયરેક્ટરને એક મેલ મોકલ્યો છે, જેમાં તેણે દાવો કર્યો છે કે, રેલવેની આઈટી સિક્યોરિટી સિસ્ટમમાં ઘણી ખામી છે. દુબઈમાં રહેતા માસ્ટરમાઈન્ડે આરપીએફને સલાહ આપી છે કે, તેને દર મહિને બે લાખ રૂપિયા પગાર આપવામાં આવે, તો તે આ ખામીને દૂર કરી શકે છે.

હાલ અશરફ દુબઈમાં રહે છે અને તેણે ધમકી આપતા જણાવ્યું છે કે, તેના અમુક માણસોને પકડી લેવાથી તેનો ધંધો બંધ નહીં થાય. અમુક લોકોને પકડવાનો કોઈ ફાયદો નથી. તેણે ચેતવણી આપતા જણાવ્યું છે કે, રેલવે સિસ્ટમમાં જે ખામી છે, તેને લઈ કોઈ અન્ય લોકો પણ નકલી સોફ્ટવેર બનાવી તેમા છેડછાડ કરી શકે છે.

આરપીએફે રેલવેની ઈ-ટિકિટિંગનો કર્યો હતો પર્દાફાશ

રેલવે સુરક્ષા બળે મંગળવારના રોજ એક મોટા ટિકિટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટની લિંક દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં છે, જેનો ઉપયોગ ટેરર ફંડીગમાં પણ થાય છે. આરપીએપનો દાવો છે કે, અમે આ રેકેટ સુધી પહોંચી ગયા છીએ. આ રેકેટના સરગણાની જાણ આરપીએફે મેળવી લીધી છે. અમે આ લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!