GSTV

સરકારી સર્વર ડાઉન થવા માટે જ હોય છે / ઇ-શ્રમ પોર્ટલ દિવસે કામ કરતું જ નથી, રાતે લાંબી લાઈનો

Last Updated on October 14, 2021 by Vishvesh Dave

દિવસભર કામ કરીને શ્રમિકો મધ્યરાત્રીએ કલાકો લાઈનમાં ઊભા રહી શ્રમિક કાર્ડ બનાવવા મજબૂર બન્યા છે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારો માટે ૨૬ ઓગસ્ટના રોજથી ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું હતું પણ સર્વરના ધાંધિયાથી શ્રમિકો પરેશાન થઇ રહ્યા છે.


કોમન સવસ સેન્ટર દ્વારા દેશભરમાં રાત્રી ૧૨ થી સવારે ૫ વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પણ રાત્રી કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રમિકોની લાંબી કતાર લાગી હતી. શ્રમિક સુરેશભાઈએ જણાવ્યું હતું કે હું મજૂરી કામ કરું છું. દિવસભર થાકીને ઘરે આવું છું. રાતે કેમ્પને લીધે મુશ્કેલી પડે છે. રાતે ૧૨ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવું પડે છે અને ચાર કલાક બાદ નંબર લાગે છે. દિવસમાં સર્વર કામ કરતું નથી એટલે રાતે કાર્ડ માટે આવવું પડે છે. જેથી કામગીરી દિવસે થાય તેવી સરકારને વિનંતી છે.

અત્યાર સુધીમાં ૨ કરોડથી વધુ કામદારોએ આ પોર્ટલ પર નોંધણી કરાવી છે. અત્યારે જાહેર સેવા કેન્દ્રો પર ઈ-શ્રમ કાર્ડ બનાવવા લોકોનો ભારે ધસારો છે. કાર્ડ બનાવનારાઓની સંખ્યાને કારણે સર્વર પર ભારે લોડના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ALSO READ

Related posts

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana

ધર્માંતરણ કેસ/ ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા મોટો ઘટસ્ફોટ, આરોપીઓ અલકાયદાના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!