GSTV

અમદાવાદ/ અમિત શાહના હસ્તે એસજી હાઇવે પર બે બ્રિજનું ઇ-લોકાર્પણ, સીએમ રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહી આ વાત

અમિત

અમદાવાદના એસજી હાઇવે પર આજે બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે. પકવાન ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ..આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યુ હતુ કે વર્ષો સુધી દિલ્હીમાંથી ગુજરાતના વિકાસ કામમાં રોડા નાખવામા આવ્યા. કોંગ્રેસ ના શાશન માં ખાત મુહૃત થતાં હતાં પરંતુ 20-20 વર્ષ લાગી હતા જેથી ખાત મુહુર્ત ના પથ્થર પણ ખોવાઈ જતા.પરંતુ હવે કેન્દ્રમાં મોદી સરકાર છે. ત્યારે વિકાસ કામો આગળ વધી રહ્યા છે.કોરોના કાળમાં સમગ્ર વિશ્વ ઠપ્પથયુ છે..તે સમયે પણ ગુજરાતના વિકાસના કામો અ ટકવા દેવાયા નથી.આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યુ છે.

અમદાવાદમાં બે બ્રિજનું લોકાર્પણ

અમદાવાદમાં બે બ્રિજના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિતિ નાયબ મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યુ હતું કે આ બ્રિજ સાણંદની ઔદ્યોગિક હબને જોડતા બ્રિજ છે.તેઓએ  ગૃહપ્રધાન અમિત શાહની કામગીરીને યાદ કરીને કહ્યુ કે, ભારત સરકાર માં કોઈ પણ કામ કરવાનું હોય તો અમિત શાહ ને ફોન કરીએ એટલે બે મિનિટમાં થાય છે 2016 અને 2017 માં મને આ પ્રોજક્ટ કલ્પના માં આવ્યો હતો.અને આજે બ્રિજનું લોકાર્પણ થયુ છે.તેઓએ કહ્યુ કે સરખેજથી ચિલોડા સુધીના રોડ પણ 850 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે.

૩૫ કરોડના ખર્ચે તૈયાર થયો પકવાન ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ

૨૪પ મીટર લંબાઇનો પકવાન ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ રૂપિયા ૩૫ કરોડના ખર્ચે તૈયાર થયો છે. જ્યારે ર૩૯ મીટરની લંબાઇનો સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજ રૂપિયા ૩૬ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ બંને ઓવરબ્રિજને કારણે એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ થોડું હળવું થશે. આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ ધરી છે.

Read Also

Related posts

અમદાવાદ/ ખાનપુરમાં ડિમોલિશનની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ

pratik shah

50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ

Bansari

પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!