GSTV
Home » News » ઑનલાઇન ખરીદી કરતાં પહેલાં વિચારજો, હવે પ્રોડક્ટની ડિલીવરીમાં થશે વિલંબ છતાં ચુકવવા પડશે વધુ પૈસા

ઑનલાઇન ખરીદી કરતાં પહેલાં વિચારજો, હવે પ્રોડક્ટની ડિલીવરીમાં થશે વિલંબ છતાં ચુકવવા પડશે વધુ પૈસા

ઇકોમર્સ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)નો નવો નિયમ શુક્રવારથી લાગુ થઇ ગયો જે સાથે ગ્રાહકોને મળતી અનેક સુવિધાઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. નવી વ્યવસ્થામાં ગ્રાહકોને સામાન ફક્ત પહેલાની જેમ 1-2 દિવસમાં જ નહી મળે પરંતુ ગ્રાહકોએ ઓછામાં ઓછા 4થી 7 દિવસ સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત તેના માટે તમારે પહેલા કરતાં વધુ કિમત ચુકવવી પડશે.

નવા નિયમોની સૌથી મોટી અસર એમેઝોન પર પડી છે. જેણે પોતાના પ્લેટફોર્મથી મોબાઇલ, ઇલેક્ટ્રોનિક, ગ્રોસરી અને ફેશન સહિત અનેક શ્રેણીઓમાં ભારે માત્રામાં પ્રોડક્ટ્સને હટાવી પડી છે.

ક્લાઉડટેલ અને એપેરિયો જેવા સેલર્સે કામ કરવાનું બિલકુલ બંધ કરી દીધું છે. આ બંને કંપીનોમાં એમેઝોનનો હિસ્સો છે. શુક્રવારે ડિસેમ્બર ત્રિમાસીકના નાણાકીય પરિણામોની ઘોષણા બાદ કંપનીના સીએફઓ બ્રાયન ઓલસાવસ્કીએ વિશ્લેષકોને કહ્યું કે નવી પોલીસીની અસર ભારતમાં પ્રાઇઝીંગ અને ઉપભોગતાઓની પસંદગી સાથે સેલર્સ પર પણ પડી છે.

વૈશ્વિક ઘોરણે એમેઝોનના આંતરરાષ્ટ્રીય વેપારને 64.2 કરોડ ડોલરનું નુકસાન થયું છે. ફ્લિપકાર્ટે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તે સરકાર દ્વારા નિયમોના પાલનની ડેડલાઇન ન વધારાવાના પગલાથી નારાજ છે.

નવા નિયમોની ફ્લિપકાર્ટ પર હાલપૂરતી કોઇ અસર નથી દેખાઇ રહી કારણ કે તેનો મોટા સેલરોમાં સીધો કોઇ હિસ્સો નથી પરંતુ ગોડાઉનમાં રહેલા માલને પૂરો કરવા બ્રાન્ડ સાથે કરારને રિસ્ટ્રક્ચર કરવાથી આવનારા દિવસોમાં અસર દેખાવાની શરૂ થઇ શકે છે.

Read Also

Related posts

મમતા બેનર્જી ડૉક્ટરોની હડતાળ મુદ્દે પડ્યા ઢીલા, ડૉક્ટરો સાથે કરશે બેઠક

Mayur

અનંતનાગમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓનો કર્યો ઘેરાવો

Mayur

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!