GSTV

બિઝનેસ: કમાણીનો વધુ એક ધાંસુ રસ્તો, ઈ-ચાર્જિંગ સ્ટેશન શરૂ કરો અને મેળવો લાખોનો ફાયદો

Last Updated on July 29, 2021 by Pritesh Mehta

અત્યાર સુધીમાં પેટ્રોલ કે સીએનજી ફાઈલિંગ સ્ટેશનને સૌથી સેફ અને લાઈફ ટાઈમ પ્રોફિટેબલ બિઝનેસ માનવામાં આવતો હતો. પરંતુ, મોટા રોકાણ અને રોડ સાઈડ પર જમીન લઈને આ બિઝનેસ શરૂ કરવામાં ઘણો સમય લાગી જતો હોય છે. એટલે દરેકે દરેક વ્યક્તિ ઇચ્છીને પણ આ ધંધો શરૂ ન કરી શકે. હવે આવા લોકો માટે ઈ-ચાર્જિંગ સ્ટેશન લાખો રૂપિયાનો પ્રોફિટ આપનારો બિઝનેસ બનીને સામે આવી રાહ્યોઅ છે જેમાં એટલા બધા વિકલ્પો છે કે તમે જે રીતે ઈચ્છો તમારો બિઝનેસ ઉભો કરી શકો છો. જોકે, હાલ આ ધંધામાં નફો ઓછો થઇ શકે છે પરંતુ આગામી 5-10 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ઘણું ઝડપથી વધવાનું છે તો તેને લીધે વાર્ષિક 20 થી 25 લાખ રૂપિયાની કમાણી થશે તે ચોક્કસ છે.

ઈ-ચાર્જિંગ

શું છે સરકારના નિયમો?

સૌથી પહેલા તમારે જાણી લેવું જોઈએ કે ઈ-ચાર્જિંગ સ્ટેશન માટે સરકારની ઈવી પોલિસીમાં અત્યાધિક નિયમો નથી. જો તમારી પાસે જમીન છે, અને જો નથી તો પણ તમે સ્ટેશન ખોલી શકો છો. એક મીડીયમ સ્ટેશન માટે પાંચ ચાર્જિંગ પુનિત, એક ટ્રાન્સફોર્મર, વીજ કનેક્શન હોવું જરૂરી છે. ધ્યાન એ વાતનું રાખવું જરૂરી છે કે ગાડીઓના આવવા અને જવા માટે પૂરતી જગ્યા હોવી જરૂરી છે. જોકે, નાના સ્ટેશન માટે એક અથવા બે ચાર્જિંગ યુનિટ પણ લગાવી શકાય છે. આ ઉપરાંત 2 વર્કર્સની જરૂર છે જેમાંથી એક કસ્ટમર્સની મદદ માટે પ્રશિક્ષિત હોય. આ વૈકલ્પિક છે. તમે ઈચ્છો તો સોફ્ટવેરનો ઉપયોગ પણ કરી શકો છો. ઈ-ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે સરકાર સબસીડી પણ આપે છે, જોકે તે દરેક રાજ્યમાં અલગ અલગ છે.

ફાસ્ટ અને લો યુનિટ કેમ?

ફાસ્ટ ચાર્જિંગ યુનિટ એટલે કે સીસીએસ 50Kwhક્ષમતા વળી હોવી જોઈએ. એક Cha demo મશીન પણ આ ક્ષમતાનું જ લગાવવાનું રહેશે. ઉપરાંત લો ચાર્જિંગ યુનિટ ટાઈપ 2AC હશે, જેની ક્ષમતા 22Kwh હોવી જોઈએ. ફાસ્ટ ચાર્જિંગ યુનિટ એક કારની બેટરી 80થી% 40 મિનિટમાં ચાર્જ કરે છે જયારે લો યુનિટને 7થી 8 કલાક થાય છે. ફાસ્ટ યુનિટ 15 લાખ રૂપિયા સુધીમાં મળી જાય છે., લો યુનિટ 2થી 3 લાખમાં મળે છે. સરકાર સ્માર્ટ યુનિટ પણ લાવી રહી છે. જેની કિંમત લગભગ 5થી 6 લાખ રૂપિયા હોઈ શકે છે.

શરૂઆત કેવી રીતે કરશો?

એક EV કંપનીના નિષ્ણાત જણાવે છે કે તમે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો ચાર્જ કરી શકો છો. તો સાથે જ તમે ઈ-કાર પણ ચાર્જ કરી શકો છો, તેના માટે તમારે વધારે મોટી જગ્યાની જરૂર નહિ પડે, પરંતુ બસ અને તર્ક માટે તમારે મોટી જગ્યાની જરૂર પડી શકે છે. જો તમે ઈ-સ્ટેશન શરૂ કરવા માંગો છો તો નાના વાહનોનો વિકલ્પ લઇ શકો છો. બાદમાં માંગ વધતા તમે બિઝનેસ વધારી શકો છો.

જમીનની કોઈ ચિંતા નથી

જો તમારી પાસે જમીન નથી અથવા તો તમારા પાસે રોકાણ માટે બજેટ નથી તો પણ તમે બિઝનેસ શરૂ કરી શકો છો. ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ જમીન માલિકો અને રોકાણકારો વચ્ચે રિલેશન બનાવીને બિઝનેસ ચલાવે છે. તેમાં 50%, 30% અને 20% નફાના ત્રણ માલિક હશે. ગુરુગ્રામની સ્ટેટિક સ્ટાર્ટઅપ આ રીતે જ પોતાનો બિઝનેસ કરે છે. ચાર્જિંગ યુનિટ ઇન્સ્યોરન્સમાં કવર હોય છે અને વીજળીનો ખર્ચ બચાવવા માટે સ્ટેશનને સોલાર એનર્જીથી પણ ચલાવી શકાય છે.આ ઉપરાંત શોપિંગ મોલ્સ, પબ્લિક પ્લેસ વગેરે જગ્યાએ દીવાલ પાર લગાવવાના યુનિટ્સ પણ આવે છે.

કેવી રીતે કરશો નફાની ગણતરી

માની લો કે એક સ્ટેશન પર 50-50Kwhના 2 ફાસ્ટ ચાર્જિંગ મશીન લગાવવામાં આવ્યા છે અને ત્રણ 22Kwhના લો ચાર્જિંગ મશીન લગાવવામાં આવ્યા છે. આ પાંચેય મશીન એક દિવસમાં જો 22થી 24 કલાક સુધી ચાલે છે તો લગભગ 2940 યુનિટ વીજળી એક દિવસમાં ખર્ચ થાય છે. અત્યરસદ્ગુહી પ્રતિયુનિટ ચાર્જિંગ સ્ટેશનની કમાણી 2.5 થી 3 રૂપિયા માનવામાં આવે છે.એટલે જો પ્રતિયુનિટ 2.5 રૂપિયાની ગણતરી કરીયે તો 2940*2.5=7350 રૂપિયાની કમાણી એક જ દિવસમાં થઇ જશે.જે દર મહિને 2.20 લાખ રૂપિયા અને વાર્ષિક 26.80 લાખ રૂપિયા (લગભગ 27 લાખ રૂપિયા) સુધીની થશે. આ ગણતરીમાં જો તમે મશીનની કિંમત છોડીને અન્ય રોકાણ અલગ કરી ડો તો અંદાજિત 16 લાખ રૂપિયા સુધીનો ફાયદો થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!