ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો મર્યા, લેટેસ્ટ કેમેરા જ કાપી લેશે ચલણ

રેડ લાઇટ જંપિંગ, ઓવર સ્પીડીંગ, ટ્રિપલ રાઇડીંગ, હેલ્મેટ વિના ગાડી ચલાવવી જેવા ટ્રેફિક નિયમોનો ભંગ કરનારા હવે પોલીસની નજરોથી બચી નહી શકે. દિલ્ગીની સડકો પર મોટી સંખ્યામાં કેમેરા લગાવવામાં આવશે. ટ્રાફિક રૂલ્સ તોડનારા હવે પોલીસની નજરથી બચી નહી શકે.

તેના માટે ચાર રસ્તાઓ પર 96 થ્રી ડી રડાર બેસ્ટ રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા દ્વારા રૂલ તોડનારાઓનું રેકોર્ડીંગ કરીને તેની ગાડીઓના નંબરોના આધારે માલિક સામે ચલણ જનરેટ થશે.

આ કેમેરા માટે 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રાફિક રૂલ તોડતા પકડાયા અછવા તો ચલણ ઘરે આવે તો દંડ ભરવા માટે ઓનલાઇન બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, મોબાઇલ વૉલેટ અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરે બેઠા દંડ ભરી શકાય છે. તેના માટે નવી ઇ-ચાલાન મશીનો મંગાવાઇ રહી છે. સાથે જ દંડ ભરવાની સિસ્ટમ પણ ચેન્જ કરવા માટે નવું સોફ્ટવેર ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

આ લેટેસ્ટ કેમેરા રૂલ તોડનારાનું રેકોર્ડીંગ કરીને તેની ગાડીના નંબરના આધારે માલિક વિરુદ્ધ ચાલાન જનરેટ કરશે. ગાડી માલિકના ફોન નંબર પર એસએમએસ દ્વારા પણ નોટિસની જાણકારી આપશે.

આ ઉપરાંત 19 કરોડના ખર્ચે એક હજાર નવી ઇ-ચલણ મશીનો પણ ખરીદવામાં આવશે. તેના દ્વારા લોકો મોબાઇલ બેન્કિંગ, નેટ બેન્કિંગ, મોબાઇલ વૉલેટ અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા દંડ ભરી શકે છે. આ સાથે જ ચલણ ઘરે આવે તો ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter