આધારકાર્ડ વિના આજકાલ કોઈ પણ કામ શકય નથી. તે આપણી જીંદગીનું એક જરૂરી ડોકયૂમેન્ટ બની ગયું છે. જરૂરત અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધારને જાહેર કરવામાં UIDAIએ તેને ઘણારૂપમાં મંજૂરી આપી છે.
આ ત્રણ પ્રકારના આઘારકાર્ડ રહેશે માન્ય
આઘારકાર્ડને લઈને UIDAIએ એક અપડેટ જાહેર કર્યું છે. આ અપડેટમાં જણાવાયુ કે UIDAI તરફથી જાહેર કરેલા ત્રણ આઘારકાર્ડ સામાન્યરૂપથી માન્ય છે. સાથે જ UIDAIએ આ કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ જણાવી છે. UIDAIએ ટવીટ કરીને માહિતી આપી કે PVC આધારકાર્ડ અને આધાર લેટર અથવા ઈ-આધાર આ ત્રણેય સમગ્રરીતે માન્ય છે. એટલે જો તમે ડોકયૂમેન્ટ તરીકે આધાર કયાંય આપો છો તો તે ફોર્મ મંજુર કરાશે. તેને કોઈ પણ વિભાગ લેવાથી મનાઈ નહિ કરી શકે.

ઈ-આધાર કાર્ડ
આજના સમયમાં લોકો તમામ કામ મોબાઈલથી કરે છે. ઈ-આધારને તમે મોબાઈલમાં રાખી શકો છો. જે માટે તમારે આધારની હાર્ડ કૉપી રાખવાની જરૂરત નથી. અને તેને UIDAIની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે. અને તેને જરૂરત પ્રમાણે ઉપયોગ કરી શકે છે.
આધાર PVCકાર્ડ
PVC આઘારકાર્ડ, ATMકાર્ડ જેવુ હોય છે. તે પાણીમાં પડવાથી કે પલળવાથી ખરાબ હોવાનો ડર હોતો નથી. તેમજ નવી પીવીસી આઘારકાર્ડમાં નવા સિકયોરીટી ફિચર્સ અપાયા છે. પીવીસી આઘારકાર્ડ ઑર્ડર કરવા પર આ લિંકને કલિક કરી શકો છો. https://residentpvc.uidai.gov.in/order-pvcreprint જે બાદ 12 આંકડાનો આધાર નંબર નાંખો અને સિકયોરીટી કોડ પણ નાંખો જે તમારી સ્ક્રિન પર જ દેખાશે. તેવે બનાવવામાં તમારે 50 રૂપિયાની ફીસ ચૂકવવી પડે છે.

આધાર લેટર
UIDAI તમારા ઘરે આધાર લેટર મોકલે છે. અને આ પોસ્ટ દ્વારા ઘર પર આવે છે. તેમજ કંપની તેની સોફટ કોપી ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપે છે. તે કરવામાં થોડી મુશ્કેલી થાય છે કારણ કે, સાઈઝમાં તે થોડુ મોટુ હોય છે. ઘણા લોકોએ તેને જ આઘારકાર્ડ બનાવીને રાખ્યું છે. તેમા્ં આઘારકાર્ડ એક પ્લાસ્ટીક કોટેડ કાગળ પર પ્રિન્ટ થઈને ઘરે આવે છે.
READ ALSO
- સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ
- દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ
- અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ
- બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી
- બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ