GSTV

વાપરી નહી શકો તમે તમારું આધાર કાર્ડ, જો તમને ખબર નહી હોય આ નંબર

Last Updated on February 15, 2020 by Mansi Patel

તમે સરળતાથી તમારા આધાર કાર્ડની ઇલેક્ટ્રોનિક નકલ મેળવી શકો છો. ફક્ત 2 થી 3 પગલાઓમાં, તમે આધાર આપનારી સંસ્થાને UIDAIની વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આધારની ઇલેક્ટ્રોનિક કોપી ખોલવા માટે પાસવર્ડ આવશ્યક છે અને તે UIDAIદ્વારા ડિજિટલી સાઈન કરેલી હોય છે. આધાર કાર્ડની જેમ, તેની ઇલેક્ટ્રોનિક કોપી પણ ઉપયોગ માટે માન્ય છે. પરંતુ, આધારની ઇલેક્ટ્રોનિક કોપીડાઉનલોડ કરતા પહેલા અને ડાઉનલોડ કર્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું. આજે અમે તમને આ વિશે માહિતી આપી રહ્યા છીએ. કારણ કે ડાઉનલોડ કર્યા પછી પણ, જો તમને પાસવર્ડ ખબર નથી, તો તમે ન તો આધાર કોપી ખોલી શકો છો અને ન તો તેનો ક્યાંય ઉપયોગ થશે.

કંઈ રીતે મળશે આધારની ઈલેક્ટ્રોનિક કોપી

આધારને UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ માટે, આ વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમારે વિભાગ “My Aadhaar” પર જવું પડશે અને “Download Aadhaar” ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. તમે તેને બે રીતે ડાઉનલોડ કરી શકો છો.

એનરોલમેન્ટ નંબરની મદદથી આધાર ડાઉનલોડ કરવાની રીત

આ રીતે આધારને ડાઉનલોડ કરવા માટે, તમારી પાસે 28-અંકનો આધાર નોંધણી નંબર હોવો આવશ્યક છે. ઉપરાંત, તમારે તમારું પૂરું નામ અને પિન કોડ આપવાનો રહેશે. આ ત્રણેય વિગતો આપ્યા પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મેસેજ મોકલવામાં આવશે. આ ઓટીપીને યોગ્ય સ્થાને ભર્યા પછી અને સબમિટ કર્યા પછી, તમારું આધાર ડાઉનલોડ થઈ જશે. આધારની આ નકલ પીડીએફ ફોર્મેટમાં હશે, જેને એડોબ રીડરની સહાયથી ખોલી શકાય છે.

નંબરની મદદથી આ રીતે થઈ શકશે ડાઉનલોડ

જો તમારી પાસે 28-અંકનો આધાર નંબર નથી, તો તમે તેને 12 અંકના આધાર નંબરની મદદથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ પ્રક્રિયા માટે પણ તમારે તમારું પૂરું નામ અને પિનકોડ આપવો પડશે. આ પછી ઓટીપી જનરેટ અને ડાઉનલોડ કરી શકાય છે.

કેવી રીતે શોધશો પાસવર્ડ

ઓનલાઇન આધાર ડાઉનલોડ કર્યા પછી, તે પીડીએફ ફોર્મેટમાં હશે, જે તમારે ખોલવા માટે પાસવર્ડની જરૂર પડશે. પીડીએફ ફોર્મેટમાં આધારની ઇલેક્ટ્રોનિક કોપી ખોલવા માટે, તમારે તમારા નામના પ્રથમ ચાર અક્ષરો ને કેપિટલમાં અને જન્મ વર્ષને કોઈ પણ સ્પેસ આપ્યા વગર નાંખવાનું રહેશે. જેમ કે જો, કોઈનું નામ ABCDF છે અને તેનો જન્મ 1992 માં થયો હતો, પછી આધારની ઇલેક્ટ્રોનિક કોપીનો પાસવર્ડ  ABCD1992 હશે.

આટલું જ નહીં, તમારી પાસે ‘Masked Aadhaar’ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા દ્વારા ડાઉનલોડ કરેલા ઇ-આધારમાં આધાર નંબર દેખાય નહી, તો પછી તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. માસ્ક્ડ આધારમાં, તમારા આધાર નંબરના પ્રથમ 8 અંકોની જગ્યાએ, “xxxx-xxxx” લખાયેલું છે. તેમાં આધાર નંબરના છેલ્લા 5 અંકો જ દેખાય છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!