GSTV

BREAKING / રાજ્યમાં RTPCR ટેસ્ટના દરમાં કરાયો ઘટાડો, હવેથી માત્ર આટલાં રૂપિયામાં જ ટેસ્ટ કરાવી શકશો

Last Updated on July 28, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી વચ્ચે આજે મહત્વના સમાચારો આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેબિનેટ બેઠક બાદ રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ છે કે, રવિવારે વેપારીઓને રસી આપવામાં આવી છે. આગામી રવિવારે જે વેપારીઓને બીજો ડોઝ લેવાનો હોય તેમને પણ રસી આપવાનું કામ કરવામાં આવશે. રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઈને એલર્ટ છે. કોર કમિટિ બેઠકમાં સંભવિત કહેવાતી એવી ત્રીજી લહેર પર સરકાર નજર રાખી રહી છે.

RTPCR TEST

પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ 700 રૂપિયા હતો તેને ઘટાડીને 400 રૂપિયા કરાયો

રાજ્યમાં આરટી-પીસીઆરના ટેસ્ટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખાનગી લેબમાં જે આરટી-પીસીઆરનો ટેસ્ટ 700 રૂપિયામાં કરવામાં આવતો હતો તેમા 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવો છે. જેથી હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરનો ટેસ્ટ માત્ર 400 રૂપિયામાં કરી આપવામાં આવશે.  જે દર્દી પોતાના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે તેના દર હવે 550 રૂપિયા કરવામાં આવ્યા છે. આ પહેલા ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 900 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના 2700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલા એરપોર્ટ પર તેના 4 હજાર રૂપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતા. એચઆરસીટી ટેસ્ટમાં 500 રૂપિયા ઘટાડી 2500 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટીસ્કેનનો દર 3 હજાર હતો જેમાં 500 રૂપિયાનો ઘટાડો કરી 2500 હજાર કરવામાં આવ્યો છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં  1 કરોડ 61 લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી 91 લાખ 95 હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે.

મેડિકલ કોલેજોમાં સિટીસ્કેન મશીન ખરીદાશે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ કે, રાજ્યની મેડિકલ કોલેજમાં સિટીસ્કેન મશિન ખરીદાશે. 82.50  કરોડના ખર્ચે આ સિટીસ્કેન મશીન ખરીદવામાં આવશે. સોલા, ગાંધીનગર અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં એમઆરઆઈ મશિન ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.  જિલ્લામાં કક્ષાની હોસ્પિટલમાં ઇન્ડોર અને ઓપીડી દર્દીઓની સંખ્યા વધુ હશે ત્યાં સિટીસ્કેન મશીન મુકવામાં આવશે.  રાજ્યના ડાંગ, આહવા, લુણાવાડા, નવસારી,રાજપીપળા, વ્યારા અને વેરાવળની હોસ્પિટલમાં 112 કરોડના ખર્ચે મશીનની ખરીદી કરવામાં આવશે.

નીતિન

રાજ્યમાં આગામી 7મી ઓગસ્ટના રોજ વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે. જેથી રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ કે, રાજ્યમાં સરકારના કામોને આગળ વધારવા માટે પહેલી ઓગસ્ટથી 9ની ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રદાન અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ નવા કેસ

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ નવા કેસ સામે આવ્યા છે અને સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૮૫ એક્ટિવ કેસ છે અને ૫ દર્દી વેન્ટિલેટર પર છે. ૯ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૭૪ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૩૦૦થી નીચે આવ્યો છે.

કોરોના

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહાનગર ગાંધીનગર-ભાવનગર-જુનાગઢ સહિત કુલ ૨૩ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. સુરતમાંથી સૌથી વધુ ૧૧, અમદાવાદ-વડોદરામાંથી ૪, રાજકોટ-જામનગર- મહેસાણા-પંચમહાલમાંથી ૨, અમરેલી-આણંદ-કચ્છમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૪,૭૭૪ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૬ છે.

ગુજરાતમાં ૧ લાખની વસતીએ સરેરાશ ૧૨૧૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૪૧૩ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૦૫૮૧ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૫૨ કરોડ છે. રાજ્યમાં હાલ ૫૪૭૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

રસી

અમદાવાદમાં આટલા લોકોને અપાઈ વેક્સિન

અમદાવાદ શહેરમાં મંગળવારે શહેરમાં કાર્યરત કરવામાં આવેલા કોરોના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૨૫,૬૯૦ પુરુષ અને ૧૮,૯૮૦ મહિલા સહીત કુલ ૪૪૬૭૦ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી. ૧૮થી ૪૪ વય જુથના ૧૫,૮૮૦ પુરુષ અને ૧૦,૨૬૯ મહિલા મળી કુલ ૨૬,૧૪૯ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. જયારે ૪૫ પ્રસુતા મહિલાઓનો પણ રસી લેનારાઓમાં સમાવેશ થાય છે. ઉપરાંત ૪૫થી વધુ વય ધરાવતા ૧૩,૩૯૯ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા ચાર કેસ નોંધાવા પામ્યા હતા. મંગળવારે કોરોના સંક્રમિત થવાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી. મંગળવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ પંદર દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!