GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સોશિયલ મીડિયા પર એક પોસ્ટના 7 કરોડથી વધારે કમાય છે આ સ્ટાર્સ, ટોપ 10માં નથી એક પણ ભારતીય

હોલિવૂડ એક્ટર અને પૂર્વ રેસલિંગ ચેમ્પિયન ડ્વેન ‘ દ રોક’ જોન્સને કાઈલી જેનરને સૌથી વધુ કમાણી કરનારા સેલેબ્રિટીઝની યાદીમાં પાછળ રાખી દીધા છે. ઈંસ્ટાગ્રામની રીચ લિસ્ટમાં બિલિયનેયર કાઈલીને પછાડી ડ્વેન જોનસન નંબર 1 બની ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ડ્વેન પોતાની એક સોશિયા મીડિયા પોસ્ટ પર 1 મિલિયન ડૉલરથી પણ વધુ કમાય છે. આવો જાણીએ આ સિવાય પણ કોણ કોણ છે ટોપમાં.

1 . ડ્વેન જોન્સન- $1,015,000

આ ચાર વર્ષમાં પહેલી વખત બન્યુ છે કે, જ્યારે જેનર અથવા કર્દાર્શિયા પરિવાર ટોપ નંબર પર નહીં હોય. હોપર એચક્યુ હોપર એચક્યુ આ લિસ્ટને કર વર્ષ ગણાવે છે. કહેવાય છે કે, ડ્વેન જોન્સનની કમાણીમાં 15 ટકાનો વધારો થયો છે. જોન્સન પોતાની એક પોસ્ટ માટે કુલ 7.6 કરોડ રૂપિયા કમાય છે.

2. કાઈલી જેનર- $986,000

ઘણા સમયથી ટોપ પર રહેલી કાઈલી જેનર આ વર્ષે બીજા નંબર પર આવી છે. જ્યાં ડ્વેન જોન્સનની કમાણીમાં 15 ટકાનો વધારો થયો છે. તો કાઈલીની કમાણીમાં 22 ટકાનો ઘટાડો થયો છે. કાઈલી પોતાની એક પોસ્ટ માટે 7.4 કરોડ રૂપિયા કમાણી કરે છે. જેને ફોર્બ્સની યાદીમાંથી હાલમાં પ્રથમ નંબરેથી હટાવી દેવામાં આવી છે.

3.ક્રિસ્ટયાનો રોનાલ્ડો- $889,000

પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વર્ષે ત્રીજા નંબર પર રહ્યો છે. 225 મિલિયન ફોલોવર્સની સાથે ક્રિસ્ટિયાનો એક પોસ્ટ પર લગભગ 6.7 કરોડ રૂપિયા કમાણી કરે છે. ક્રિસ્ટિયાનો દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ફુટબોલરમાંનો એક છે.

4 કિમ કર્દાર્શિયા- $858,000

કાઈલી જેનરની મોટી બહેન કિમ કર્દાર્શિયા આ યાદીમાં ચોથા નંબર પર છે. 176 મિલિયન ફોલોવર્સ સાથે કિમ એક સોશિયલ મીડિયા પોસ્ટના લગભગ 6.4 કરોડ રૂપિયા લે છે. કિમને તેના લુક્સ અને બિઝનેસ માટે ઓળખવામાં આવે છે.

5 અરિયાના ગ્રાંડે- $853,000

હોલિવૂડ પોપ સિંગર અરિયાના ગ્રાંડેનું નામ આ યાદીમાં સામેલ છે. 191 ફોલોઅર્સ સાથે અરિયાના લગભગ 6.4 કરોડની કમાણી કરે છે. અરિયાનાને તેની સ્ટાઈલ અને સિંગિગ માટે ઓળખાય છે. જેના અફેયર્સની પણ ખૂબ ચર્ચાઓ થાય છે.

6 સેલિના ગોમેઝ- $848,000

હોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર સેલિના ગોમેઝ આ યાદીમાં 6 નંબર પર છે. 180 મિલિયન ફોલોવર્સ સાથે તે એક પોસ્ટ પર 6.3 કરોડ રૂપિયા કમાય છે. સેલિના મ્યૂઝિક ઈંડસ્ટ્રઝમાં મોટુ નામ છે. સાથે જ તેની એક્ટીંગ પાછળ પણ લોકો દિવાના છે. ઉપરાંત તે સમાજ સેવા પણ કરે છે.

7. બિયોંસે- $770,000

હોલિવૂડ સિંગિગ લીજેંડ કહેવાતા બિયોંસે આ યાદીમાં ઘણી પાછળ છે. 149 ફોલોઅર્સ સાથે બિયોંસે એક પોસ્ટ પર કમાણીમાં લગભગ 5.8 કરોડ રૂપિયા કમાય છે. તે મ્યૂઝિક ઈંડસ્ટ્રીમાં મોટુ નામ હોવાની સાથે સાથે સમાજ સેવક, બિઝનેઝ વુમન અને એક્ટ્રેસ પણ છે.

8 જસ્ટિન બીબર- $747,000

સિંગર જસ્ટિન બીબરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. જસ્ટિનને તેના ગીતો અને વિવાદોને લઈ ઓળખવામાં આવે છે. 139 મિલિયન ફોલોવર્સ સાથે જસ્ટિન બીબર એક પોસ્ટ માટે 5.6 કરોડ રૂપિયા કમાય છે

9. ટેલર સ્વિફ્ટ- $722,000

ટેલર સ્વિફ્ટ પોતાના કરિયરની શરૂઆતથી લઈને આજ સુધી ટીન્સ અને યંગ લોકો માટે ફેવરીટ પોપ અને કંટ્રી સિંગર રહી છે. આ યાદીમાં તેનુ સ્થાન નવમુ છે. 135 મિલિયન ફોલોવર્સ સાથે તેની એક પોસ્ટ પરની કમાણી લગભગ 5.4 કરોડ રૂપિયા છે.

10. નેમર જૂનિયર- $704,000

બ્રાઝિલના ફુટબોલર નેમર જૂનિયર આ યાદીમાં 10માં નંબરે છે. 139 મિલિયન ફોલોવર્સની સાથે નેમારની પોસ્ટ પરની કમાણી લગભગ 5.3 કરોડ રૂપિયા છે.

READ ALSO

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!