દ્રારકાના પીએસઆઇ ત્રણ લાખની મીઠાઇ લેતા ઝડપાયા

ગુજરાત લાંચ રૂશ્વત વિરોદ્ધ બ્યુરો દ્વારા એક ટ્રેપમાં કલ્યાપુર પોલિસ સ્ટેશનના પીએસઆઇ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા. ફરિયાદીએ પિતાને સરકાર દ્વારા મળેલ ખેતીની જમીન પરના ફેન્સીંગ તથા બાવળનું કામ કરવામાં અડચણ કરનારાઓ વિરૂધ્ધ પોલિસમા અરજી આપેલ હતી.

આ બાબતે કામ કરી આપવા સંબંધે પીએસઆઇ દ્વારા ત્રણ લાખ રૂપિયાની માગ કરાઈ. આ સંબંધે ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરતા છટકુ ગોઠવીને એસીપીને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધા. એસીબી એ આરોપીના ઘરની તેમજ અન્ય સ્થળો પર જડતી લઇ આ ગુન્હા સંદર્ભે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter