GSTV
Home » News » દ્વારકાના કુરંગા ગામના ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી, આ છે કારણ

દ્વારકાના કુરંગા ગામના ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી, આ છે કારણ

સરકાર કોની છે ખેડૂતો કે ઉદ્યોગપતિઓની આવો ગંભીર સવાલ કરી રહ્યા છે દ્વારકાના કુરંગા ગામના ખેડૂતો. આ ખેડૂતોની હાલત એવી છે કે તેઓ પોતાના ખેતરમાં જઇ શકે તેમ નથી. તેમનો આક્ષેપ છે કે તેમની જમીન પચાવી પાડવાની કોશિષ થઇ રહી છે.

દ્વારકા નજીકના કુરંગા ગામના ખેડૂતોની વ્યથા છે કે તેમના ખેતરોમાં પાણી ભરેલા છે. આર.એસ.પી.એલ ઘડી કંપનીનું હાલમાં કામકાજ ચાલી રહ્યુ છે. આ કામકાજના ભાગરૂપે કંપનીએ કમ્પાઉન્ડ વોલ બનાવીને ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તા બંધ કરી દીધાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં કુરંગાના ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ તેમના ફાઉન્ડેશનમાં ભરેલા પાણીને તેમના ખેતરોમાં છોડી દીધા છે, જેના કારણે તેઓ પાક લઇ શકે તેમ નથી. જેથી તેમને થયેલા નુકસાન માટે કોણ જવાબદાર છે તેવો સવાલ ખેડૂતો કરી રહ્યા છે.

આ અંગે ખેડૂતોએ દ્વારકાના ખેડૂતોને આવેદન આપીને આ અંગે કોઇ કામગીરી કરવા અપીલ કરી છે. નોંધનીય છે કે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે સરકાર દાવો કરે છે કે આ સરકાર ખેડૂતોની છે. પરંતુ ખેડૂતો સરકાર ઉદ્યોગપતિઓની હોવાનો આક્ષેપ કરે છે. કારણકે તંત્ર અને ઘડી કંપનીના અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતા મૌન સેવાયુ છે ત્યારે હવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના પ્રશ્નોનો હલ નહીં આવે તો તેઓ પોતાના ખેતરમાં આત્મવિલોપન કરશે ત્યારે ઘડી કંપની સામે વિરોધ કરી રહેલા આ ખેડૂતોને ન્યાયની ઘડી જોવા મળશે કે કેમ તે એક પ્રશ્ન છે.

Related posts

આણંદપુર ગામની એક ઓરડી એવી છે જ્યાં કીડીઓની માફક વીંછીઓ રખડે છે

Mayur

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur

મિશન મંગળની હિરોઈનો વચ્ચે થઈ હતી ‘કેટ ફાઈટ’, વિદ્યા બાલને જણાવ્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!