GSTV
Home » News » વિશ્વભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી, દ્વારકામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

વિશ્વભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી, દ્વારકામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

જન્માષ્ટમીના પર્વને લઈને કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભક્તોનો ધરાસો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં આજે વિશેષ પૂજન અર્ચન અને નૈવૈધ ધરાવવામાં આવી રહ્યા છે. ત્યારે બીજીતરફ, દ્વારકા મદિરની ધજા બદલવાની વિધિ સંપન્ન થઈ છે. આજે દિવસાં પાંચ વખત ધ્વજા બદલવામાં આવશે

આજે વિશ્વભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થવાની છે. ત્યારે આજે દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે. દ્વારકામાં દેશભરમાંથી ભક્તો શ્રીકૃષ્ણના દર્શને આવી ગયા છે. અને હજુ આવી રહ્યા છે. ત્યારે વહેલી સવારની મંગળા આરતી અને બાદમાં મંગળા દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર દ્વારકાધીશ મંદિર જયશ્રીકૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું.

જન્માષ્ટમીના પર્વ પર દેવભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકા મંદિરમાં ભકતોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. ગઈકાલથી જ ભક્તો મોટી સંખ્યામાં દ્વારકામાં પહોંચી ગયા છે. અને આજે સવારે જ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી છે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડવાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ છે. ભક્તોએ ભગવાનના દર્શન માટે વહેલી સવારથી લાઈન લગાવી હતી.

દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દેશભરમાંથી કૃષ્ણ ભક્તો ગઈકાલથી જ કૃષ્ણનગરી દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાએ ભગવાન કૃષ્ણની નગરી છે. ભગવાન દ્વારકામાં સાક્ષાત સ્વરૂપે મનાય છે. ત્યારે કૃષ્ણ જન્મના પર્વ પર વિશેષ પૂજા-અર્ચના, શૃંગાર ભોગ પણ ધરાવવામાં આવી રહ્યો છે. દ્વારકાના જગત મંદિરમાં વહેલી સવારે છ વાગ્યા મંગળા આરતી યોજાઈ હતી. જે બાદ ખુલ્લા પડદે ભગવાનને સ્નાન કરાવાની વિધિ થઈ હતી. ભગવાન દ્વારકાધીશને દુધ-દહી સહિત પંચામૃત અભિષેક પણ કરાવવામાં આવ્યો.તે બાદ ધ્વજારોહણ વિધિ પણ થઈ હતી. દ્વારકા નગરની મુલાકાત લેતા ભક્તો ગોમતી તટે સ્નાન કરીને પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.

Related posts

કોંગ્રેસને પાડવા માટે અલ્પેશ ઠાકોરે તૈયાર રાખ્યો છે આ માસ્ટરપ્લાન

Mayur

આને કહેવાય ભીનું સંકેલવાના પ્રયાસો : રાજકોટની દારૂ પાર્ટીમાં પીધેલાઓના સેમ્પલ નશો ઉતરી ગયા બાદ લેવામાં આવ્યા

Mayur

ભાજપે હારના ડરને કારણે ત્રણ બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર ન કરી : અમિત ચાવડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!