GSTV
Home » News » કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હાર્દિકને કોંગ્રેસના જ ધારાસભ્યના કાર્યક્રમમાં જતા રોક્યો

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હાર્દિકને કોંગ્રેસના જ ધારાસભ્યના કાર્યક્રમમાં જતા રોક્યો

દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાર્દિક પટેલને જતા રોકવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે હાર્દિકને કાર્યક્રમમાં જતા રોક્યો હતો.

ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાખવામાં આવેલી સામાજિક તથા રાજકીય આગેવાનોની મિટિંગના હોલમાં હાર્દિક પટેલને જવા દેવાતા કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો. આથી હાર્દિકને મળવા આવનાર કાર્યકરોએ હોલમાંથી બહાર આવી મળવું પડ્યું હતું. ધારાસભ્ય વિક્રમ માડમના આ પ્રકારના વર્તનની કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચા થઈ હતી.

સવારે હાર્દિક જામનગરની મુલાકાતે હતા

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરની મુલાકાતે હતા. જ્યાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસ 26 માંથી 16 બેઠકો પર જીતશે તેવો દાવો કર્યો છે. હાર્દિકે જામનગર જિલ્લા-કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનો સાથે બેઠક કરી હતી. તેણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપમાં ડર છે અને આથી જ પોતાના ઉમેદવારો જાહેર કરતા નથી. હાર્દિકે કહ્યું કે જો તે ઉમેદવાર તરીકે આવશે તો દોઢ લાખ મતથી જીતશે. છેલ્લા 28 વર્ષથી ભાજપ સરકારે દ્વારકા અને જામનગરને પીવાનું પાણી પણ પહોંચ્યું ન હોવાનો આક્ષેપ હાર્દિકે લગાવ્યો છે.

તો બીજી તરફ પાટીદાર સમાજ જ હાર્દિકને કહી રહ્યો છે ગદ્દાર, લગાવ્યા પોસ્ટર્સ

પાસમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે હવે સમાજમાં રોષ વધી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં હાર્દિક પટેલના વિરુદ્ધમાં બેનરો લાગ્યા છે. બેનરોમાં હાર્દિક પટેલને સમાજના ગદ્દાર ગણાવ્યો છે અને તેના કારણો પણ રજૂ કરાયા છે. અમદાવાદના હિરાવાડી અને બાપુનગર વિસ્તારમાં પણ બેનરો લાગ્યા છે.

મહેસાણામાં પણ લાગ્યા બેનરો  

મહેસાણા જિલ્લામાં હાર્દિક વિરુદ્ધના બેનરો લાગ્યા છે. પાટીદાર બહુમતિ ધરાવતા ગામોમાં બેનરો લાગ્યા છે. હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ ? આ પ્રકારના હાર્દિકના વિરોધમાં સ્વંભૂ લખાણના બેનરો લગાવવામાં આવ્યા છે.

હાર્દિકના સમર્થકોને ગામમાં કે સોસાયટીમાં પ્રવેશ ન કરવાની ચેતવણી આપી છે. તો આ પ્રકારે પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારોમાં જ હાર્દિકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં પણ હાર્દિકનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગરમાં ઠેરઠેર હાર્દિક પટેલના વિરોધમાં બેનર લાગ્યા છે.

મહત્વનું છે કે હાર્દિક પટેલના કોંગ્રેસમાં પ્રવેશ બાદ પાટીદાર સમાજ રોષે ભરાયો છે. ત્યારે ગુજરાતમાં ઠેરઠેર હાર્દિક પટેલ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે અને તેના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા.

Read Also

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah