GSTV
ટોપ સ્ટોરી

Breaking / રાજ્યમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, મુન્દ્રા બાદ હવે દ્વારકામાંથી ઝડપાયો કરોડોના Drugsનો જથ્થો

ડ્રગ્સ

ડ્રગ્સના વેચાણમાં લાગે છે કે હવે ગુજરાત પણ અગ્રેસર થઇ રહ્યું છે. ગુજરાત પણ જાણે કે હવે ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. મુન્દ્રામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે આ ડ્રગ્સ 350 કરોડોની કિંમતનું છે.

તાજેતરમાં જ મુન્દ્રામાંથી ઝડપાયું હતું 3 હજાર કિલોનું ડ્રગ્સ

ગુજરાતના યુવાનોને ફરી એક વાર ડ્રગ્સના રવાડે ચડાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. દરિયાઈ માર્ગે દ્વારકામાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ, આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમાં 16 કિલો હેરોઈન છે જ્યારે 50 કિલો MD ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની છે. પરંતુ આવું કંઇ પહેલી વાર નથી થયું કે ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. કારણ કે તાજેતરમાં જ મુન્દ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું. પોરબંદરના દરિયાકિનારેથી પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે ડ્રગ્સ માટે દ્વારકાના દરિયાકિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ સુરતમાં પણ 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે

બીજી બાજુ આજે સુરતમાં પણ 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પ્રવીણ બીસનોઈ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સુરતના પુણા પાસેની નિયોલ ચોકડી પાસેથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સ છેક રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.

સુરતના નિયોલ ચેકપોસ્ટથી 5.85 લાખનું MD ડ્રગ્સ સાથે પ્રવીણ બળવંત વાના નામના રાજસ્થાની યુવકની ધરપકડ કરાઇ. સરથાણા વિસ્તારના જૈમીન સવાણીએ છૂટક વેચાણ માટે ડ્રગ્સ મંગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ રાજસ્થાનના આશુરામ રાયચંદ ખીલેરી પાસેથી લાવવામાં આવ્યું હતું. તો ગઇ કાલે અમદાવાદ ગ્રામ્યમાં SOG એ મેથાન્ફેન્ટમાઇન એટલે કે MD ડ્રગ્સ સાથે મહોમ્મદ એજાજ અને શાહનવાઝ ગાંગીને 17.050 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યાં જેની કિંમત રૂ. 1 લાખ 70 હજાર જેટલી હતી.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

VIDEO : વડોદરામાં બાબા બાગેશ્વરે કારમાં બેઠા બેઠા પાણીપુરી ખાધી, જુઓ વીડિયો

Hardik Hingu

બ્રેકિંગ / વડોદરામાં બાગેશ્વર બાબા લિફ્ટમાં ફસાયા, ઓવરલોડ થતા લિફ્ટ ખોટકાઈ

Hardik Hingu
GSTV