GSTV

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

નેધરલેંડના પ્રધાનમંત્રી માર્ક રૂટે અને તેમની આખી કેબિનેટે બાળ કલ્યાણના ચૂકવણાની તપાસમાં સામે આવેલા કૌભાંડમાં રાજકીય જવાબદારી સ્વિકારીને સામે ચાલીને શુક્રવારના રોજ આખી કેબિનેટે રાજીનામું આપી દીધુ છે. તપાસમાં સામે આવ્યુ હતું કે, આ કૌભાંડમાં વાલીઓ પાસેથી ખોટી રીતે છેતરપીંડી કરવાનો આરોપ લાગ્યો છે. ટીવી પર દેશને સંબોધન કરતા રૂટેએ કહ્યુ હતું કે, તેમણે પોતાના નિર્ણય વિશે નેધરલેન્ડના સમ્રાટ વિલિયમ અલેક્ઝાંડરને સૂચિત કરી દીધુ છે અને વચન આપ્યુ છે કે, તેમની સરકારે પ્રભાવિત થયેલા વાલીઓને ઝડપથી વળતર આપવા અને કોરોના વાયરસ સામે લડત આપવાનું કામ ચાલુ જ રાખશે.

રૂટે કહ્યુ હતુંકે, અમારા દરેકનું માનવું છે કે, જો આખી સિસ્ટમ નિષ્ફળ જાય તો, તેની સમગ્ર જવાબદારી આપણે બધાએ લેવી જોઈએ. ત્યારે હવે અમે એ નિષ્કર્ષ પર આવ્યા છીએ અને મેં મારી આખી કેબિનેટને સમ્રાટ વિલિયમ સામે રાજીનામુ આપવાનું વિચાર્યુ છે. રૂટની સરકાર 17 માર્ચના રોજ નેધરલેંન્ડમાં ચૂંટણી થયા બાદ સરકાર ગઠન થયા બાદ કાર્યભાર સંભાળશે.

રૂટના આ રાજીનામા બાદ, તેમને આ પદ પર બન્યા રહેવાનો એક દાયકો સમાપ્ત થશે. જો કે, તેમની પાર્ટીને ચૂંટણી જીતવાનો પુરો વિશ્વાસ છે. તથા આગામી સરકાર બનાવામાં પણ તેઓ સૌથી મોખરે છે. જો તેઓ નવું ગઠબંધન બનાવવામાં સફળ થઈ જશે, તો ફરી એક રૂટ જ વડાપ્રધાન બનશે.

READ ALSO

Related posts

ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત

Mansi Patel

ખાસ વાંચો / LPG રસોઈ ગેસ સિલિન્ડરને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, બદલાયો આ નિયમ

Mansi Patel

હાર્દિકનો હાથ છોડી ભાજપમાં ગયેલા પાટીદાર નેતાની પત્ની માટે આવ્યા ખુશીના સમાચાર, અહીંથી મેળવી ભવ્ય જીત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!