દશેરા 2021 શુક્રવાર, 15 ઓક્ટોબરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, બોલીવુડ આ ઉત્સવને સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવે છે. તમને જણાવી દઈએ કે આવી ઘણી ફિલ્મો છે જે દશેરાની આસપાસ રિલીઝ થઈ છે. આમાંથી કેટલીક ફિલ્મો હિટ હતી અને કેટલીક ફ્લોપ હતી. દશેરાના અવસર પર અમે તમને આવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પેકેજમાં, અમે તમને જણાવીએ કે છેલ્લા 10 વર્ષમાં દશેરા અને તેની આસપાસ રિલીઝ થયેલી ફિલ્મોની બોક્સ ઓફિસ પર શું સ્થિતિ હતી. તમને જણાવી દઈએ કે દશેરાના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મોમાં અજય દેવગણ, સંજય દત્ત, આલિયા ભટ્ટ, રિતિક રોશન અને કેટરીના કૈફ સહિત ઘણા સ્ટાર્સે કામ કર્યું હતું.

સંજય દત્ત, અજય દેવગણ અને કંગના રાણાવતની ફિલ્મ રાસ્કલ(2011) બોક્સઓફિસ પર ખુબ મોટી ફ્લોપ સાબિત થઇ હતી. મલ્ટી અને સુપરસ્ટાર્સથી સજાયેલ ફિલ્મને નકારી દીધી. આ ફિલ્મને ડેવિડ ધવને ડાયરેક્ટ કરી હતી.

પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યુંહ(2012) પણ બોક્સઓફિસ પર કઈ ખાસ કમાલ ન કરી શકી. ફિલ્મમાં અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા અને અભય દેઓલ લીડ રોલમાં હતા.

કરણ જોહર ડાયરેક્ટર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર(2012) બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઇ. આ ફિલ્મથી આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં પગ મુક્યો.

દિગ્દર્શક ફરાઝ હૈદરની ફિલ્મ વોર છોડ યાર(2013) ક્યારે સિનેમાઘરોમાં આવી અને ક્યારે જતી રહી તે જાણી શકાયું ન હતું. શર્મન જોશી, સોહા અલી ખાન અને જાવેદ જાફરી અભિનિત ફિલ્મ દર્શકોને પસંદ પડી ન હતી.

શાહિદ કપૂર, તબ્બુ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ હૈદરે(2014) બોક્સ ઓફિસ પર હંગામો મચાવ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું હતું

રિતિક રોશન અને કેટરિના કૈફ જેવા સુપરસ્ટાર્સથી સજ્જ ફિલ્મ બેંગ બેગ(2014) પણ બોક્સ ઓફિસ પર સપાટ પડી હતી. આ ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ છે.

શાહિદ કપૂર, આલિયા ભટ્ટ અને પંકજ કપૂરની ફિલ્મ શાનદાર(2015)ને પણ દર્શકોએ નકારી કાઢી હતી. ફિલ્મમાં શાહિદ-આલિયા હતા છતાં પણ તેને પસંદ કરવામાં આવી ન હતી. ફિલ્મના નિર્દેશક વિકાસ બહલ છે.

અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની પહેલી ફિલ્મ મિર્ઝ્યા(2016) ફ્લોપ સાબિત થઈ. ફિલ્મમાં તેની સાથે સાઇમી ખેર હતી. આ ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યું હતું.

નિર્દેશક અમિત શર્માની ફિલ્મ બધાય હો(2018)એ બોક્સ ઓફિસ પર ઘણા દર્શકોને આકર્ષ્યા હતા. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, સાનિયા મલ્હોત્રા અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં હતા.

વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડ(2018) પણ સુપરફ્લોપ સાબિત થઈ. ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. આ જોડીએ અન્ય ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
Read Also
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો