GSTV
Home » News » અમૃતસરમાં દશેરા પર્વની ઉજવણીની ઉત્સાહભરી ગૂંજ દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં ફેરવાઇ

અમૃતસરમાં દશેરા પર્વની ઉજવણીની ઉત્સાહભરી ગૂંજ દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં ફેરવાઇ

આ વાત છે દશેરાના દિવસે અમૃતસરમાં સર્જાયેલા દર્દનાક ટ્રેન અકસ્માતની. આ અકસ્માતમાં અનેક જિંદગીઓ ટ્રેન નીચે કપાઇ ગઇ. ત્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે કેવો મંજર હશે તેની કલ્પના કરવાથી પણ ધ્રુજી જવાય છે.

દશેરાનો દિવસ હતો અમૃતસરના ચૌડા બજાર પાસે રાવણનો વધ કરીને તેનું દહન થવાનું હતું. સૌ કોઇમાં ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કોઇએ કલ્પના પણ નહોતી કરી કે ધમમસતી ઝડપે ટ્રેન આવશે અને એક ઝાટકે અનેક જિંદગીઓને મોતના મુખમાં ધકેલી દેશે

કલ્પના કરો એ વાતાવરણ કેવું હશે. કલ્પના કરો એ નજારો કેવો હશે જ્યારે પંજાબના અમૃતસરમાં આ દર્દનાક ટ્રેન દુર્ઘટના સર્જાઇ. રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી હતી. હજારોની મેદની ઉમટી પડી હતી. રાવણ દહન જે ચૌડા બજારમાં થવાનું હતું ત્યાં એટલી ચિક્કારભીડ હતી કે ત્યાં તો પગ મૂકવાની પણ જગ્યા ન હતી.

રાવણ દહનનો યાદગાર નજારો જોવા ઘણા લોકો ચૌડા બજારની બાજુમાં આવેલા રેલવે ટ્રેક પર પહોંચી ગયા. કોઇ રેલવે ટ્રેકની પટરી પર પગ મૂકીને રાવણ દહનનો નજારો જોઇ રહ્યુ હતું. તો કોઇ પોતાના મોબાઇલ કેમેરાથી રાવણ દહનનો દૂરનો નજારો કંડારી રહ્યુ હતું. ચારેતરફ શોરબકોર હતો. અવાજ એટલો હતો કે કોઇ એકબીજાની વાત પણ સાંભળી નહોતા શકતા.એક તરફ રાવણ દહન સમયે વાગતું સંગીત હતું. તો બીજી તરફ લોકોની રાવણ દહન સમયે ઉઠેલી ઉત્સાહભરી ગૂંજ. આ બધાની વચ્ચે યમરાજરૂપી ધસી આવતી ટ્રેન સતત હોર્ન વગાડતી આવતી હતી. ટ્રેન જાણે દરેકના કાને એ વાત પહોંચાડવા માંગતી હતી કે દૂર હટી જાવ. નહીં તો ધકેલાઇ જશો મોતના મુખમાં પરંતુ રાવણ દહનનો ઉત્સાહ એટલી ઉંચાઇ પર હતો કે લોકોના કાનના પડદા પર આ ઉત્સાહનો પર્દો પડી ગયો હતો.

ટ્રેનનો ડ્રાઇવર સતત હોર્ન વગાડતો રહ્યો.ટ્રેનની ઝડપ એટલી હતી કે ઇમરજન્સી બ્રેક મારી શકાય તેમ ન હતી. ટ્રેન એટલી પૂર ઝડપે ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી રહી હતી. ટ્રેનના ડ્રાઇવરે પણ કદાચ કલ્પના નહીં કરી હોય કે તેમની રાહમાં અનેક જિંદગીઓ વચ્ચે આવવાની છે. તેઓ સતત હોર્ન વગાડતા રહ્યા પરંતુ રેલવે ટ્રેક પર રાવણ દહન જોવા આવેલા લોકો જાણે પોતાના મોતને આમંત્રિત કરવા આવ્યા હતા.

રાવણ દહન જોવા આવનાર અમૃતસરના આ લોકોને કલ્પના પણ નહીં હોય કે તેમનું દશેરાનું આ પર્વ તેમના જીવનનું અંતિમ પર્વ બની જવાનું છે. તેમના માટે દશેરાનું આ પર્વ આટલું દર્દનાક બનવાનું છે.

એક જ ઝાટકે બંને તરફથી આવેલી ટ્રેને રેલવે ટ્રેક પર ઉભેલા લોકોને જે રીતે ઉડાવ્યા જે બાદ મોતની ઉઠેલી ચીસોએ હાજર સૌ કોઇના કાનમાં આક્રંદનો એ અવાજ પહોંચાડ્યો કે આ ઘટનાને નજરે જોનાર લોકો પોતાની જિંદગીમાં આ કરૂણ ચીસોને ક્યારેય નહીં ભૂલી શકે.

આંખોમાં લોહીના આંસુ આવી જાય તેવો નજારો હતો. જ્યાં જુઓ ત્યાં મોતનો મંજર જોવા મળતો હતો. કદાચ રેલ અકસ્માતના ઇતિહાસમાં આવો ગંભીર અકસ્માત પહેલા ક્યારેય નહોતો સર્જાયો.જ્યાં કોઇ પર્વની ઉજવણીની ખુશી માતમમાં ફેરવાઇ હોય.

Related posts

કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…

Dharika Jansari

સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા

Mayur

અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!