દશેરા નિમિત્તે દર વર્ષે ફાફડા-જલેબી ખાવાની એક પરંપરા થઇ ગઇ છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે, આ વર્ષે કોરોનાના કારણે મંદી વચ્ચે ફાફડા-જલેબીના ભાવ ભારે ઉચકાયા છે. એટલે કે, આ વર્ષે ફાફડા 550થી 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. તો જલેબી 650થી 950 રૂપિયા પ્રતિ કિલોએ વેચવામાં આવી રહી છે. ત્યારે ખાદ્ય તેલ, પેટ્રોલ-ડીઝલ અને બેસનના ભાવમાં વધારો થવાના કારણે ફાફડા અને જલેબી પણ મોંઘા થયા છે.

દર વર્ષે અમદાવાદમાં અંદાજે 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે
તમને જણાવી દઇએ કે, એક અંદાજ મુજબ દશેરાએ દર વર્ષે અમદાવાદમાં અંદાજે 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી-જુદી જગ્યાએ કાઉન્ટરો લાગી જતા હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકા ભાવ વધારો નોંધાયો છે.

જો કે, વેપારીઓનું કહેવું એમ છે કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે મંદ થયેલા ધંધા-રોજગારના કારણે કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધારવામાં આવ્યાં છે. તેમજ વેપારીઓ જણાવે છે કે, મોંધવારીના કારણે પણ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો કરાયો છે.
READ ALSO :
- OpenAIથી દેશને કેવી રીતે ફાયદો થશે: ChatGPTના સંશોધક સેમ ઓલ્ટમેને PM મોદી સાથે કરી વાતચીત
- BS6 કાર હજુ પણ વેચાઈ રહી છે આડેધડ, તેમનું રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ રહ્યું છે?
- અવકાશમાં જવાથી મગજ પર થાય છે ખરાબ અસર, કેન્સરનું પણ વધે છે જોખમ: નાસાના અભ્યાસમાં તારણ
- Donald Trump: વધુ એક કેસમાં ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ગોપનીય દસ્તાવેજો પોતાની પાસે રાખવાના મામલે ચાલશે કેસ
- ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર