ઉત્તર પ્રદેશમાં વિખ્યાત અલીગઢમાંથી સરયૂ પાલ રામલીલામાં રાવણનું દહન થાય તે પહેલા જ કોઈ રાવણનું અપહરણ કરી ગયા છે. જ્યાં રાવણનું પૂતળૂ ગાયબ થઈ ગયુ છે. આ વાત ભલે આપને થોડી અટપટી લાગે, પણ કમિટિ હજૂ પણ સમજી શકી નથી કે, આખરે કોઈ રાવણનું પૂતળૂ શા માટે ઉઠાવી ગયા.કહેવાય છે કે, રવિવારના રોજ બપોરના સમયે કારીગરો પૂતળૂ લઈને ફરાર થઈ ગયા છે. જ્યારે પોલીસનું કહેવુ છે કે, જ્યારે તેઓ ડ્યૂટી પર આવ્યા ત્યારે મેદાનમાં પૂતળૂ હતુ નહીં. વિજયાદશમીના દિવસે રામલીલા મેદાનમાં રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે, પોલીસ ત્યાં સુરક્ષા માટે આવે તે પહેલા પૂતળૂ ગાયબ થઈ ગયુ હતું. આ પૂતળાના કારીગરો પણ ઘર છોડીને ક્યાંક ચાલી ગયા છે. કમિટીના પાદાધિકારીઓની બેઠક પણ થઈ, પણ રાવણનો કોઈ અત્તોપત્તો નથી.

બેઠક સમિતિના અધ્યક્ષ વેદ પ્રકાશ જૈનને બોલાવવામાં આવ્યા, પણ તેઓ ત્યાં આવ્યા જ નહીં. ઉપાધ્યક્ષ વિમલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સવારે પૂતળૂ લઈને કારીગર ફરાર થઈ ગયો છે. તેને કોઈએ અહીંથી ભગાડ્યો છે. જો કે, હજૂ સુધી સાચી વાત સામે આવી નથી.

પોલીસે નોટિસ આપી હતી
રાવણ દહનનો કાર્યક્રમ થાય તે પહેલા અહીં પોલીસે નોટિસ મોકલી હતી. જો કે, આ તમામની વચ્ચે એવુ કહેવાયુ હતું કે, રાવણ દહનનો કાર્યક્રમ રામલીલા મેદાનમાં જ કરવામાં આવશે. પ્રશાસનનો નિયમોનું ધ્યાન રાખી રાવણ દહનનો કાર્યક્રમ કરવાની મંજૂરી આપી હતી. જો કે, આ પહેલા તો રાવણનું જ અપહરણ થઈ ગયુ છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….