GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરઃ IED બ્લાસ્ટમાં ઘાયલ થયેલા નવ જવાનમાંથી વધુ બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરઃ IED બ્લાસ્ટમાં ઘાયલ થયેલા નવ જવાનમાંથી વધુ બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ઘાયલ થયેલા નવ જવાનમાંથી બે જવાન સારવાર દરમ્યાન શહીદ થયા છે. બન્ને જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા. સોમવારે સાંજે જ્યારે ભારતીય સેનાના 44 રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટની એક ટુકડી પર પુલવામાના ઇદગાહ અરિહલ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યો અને સેનાના વાહનને ઉડાવી દીધુ.

હુમલામાં સેનાનું વાહન ક્ષતિગ્રસ્ત થયું. અને 9 જવાનો ઘાયલ થયા. બ્લાસ્ટ થતાની સાથે જ જવાનોએ મોરચો સંભાળી લીધો હતો અને આતંકીઓને વળતો જવાબ આપ્યો હતો. આ પહેલા પુલવામામાં 14 ફેબ્રુઆરી-2019ના રોજ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. જેમાં 40 સુરક્ષાકર્મી શહીદ થયા હતા.

કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર, જૈશના બે આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાજવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયો છે. જ્યારે સેનાને જૈશના બે આતંકવાદીને ઠાર કર્યા છે. સેનાએ એક ઘરમાં ત્રણ આતંકીઓને ઘેર્યા હતા. જેમાથી બેને ઠાર કરવામાં આવ્યા છે. ચોવીસ કલાકમાં આ બીજુ એન્કાઉન્ટર છે.

સોમવારે અચ્છાબલ વિસ્તારમાં અથડામણમાં સેનાના જવાનોએ એક પાકિસ્તાની આતંકીને ઠાર કરી દીધો હતો. જોકે આ ઓપરેશનમાં એક મેજર શહીત થયા હતા. જ્યારે અન્ય એક મેજર સહિત ત્રણ જવાનો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા આતંકી પાસેથીથે હથિયાર અને વિસ્ફોટકો જપ્ત કરાયા છે.

તો બીજીબાજુ પુલવામામાં ફરીથી આતંકી હુમલો થયો. જ્યાં આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને આર્મીની 44 રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 9 જવાન ઘાયલ થયા છે. જેમાં ત્રણની હલત ગંભીર છે. તમામ જવાનોને હોસ્પિટલ ખસેડાયા છે. જોકે આઈઈડી હુમલાના એલર્ટને કારણે પુલવામા પાર્ટ-2 જેવી ઘટના ટળી હતી. 

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરી વખત સુરક્ષા દળો પર હુમલાને અંજામ આપી રહ્યાં છે. આતંકવાદીઓએ ફરી વખત પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ કર્યો જેમાં કેટલાંક જવાનો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. હજુ તો ગયા જ અઠવાડિયે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઇ ગયા હતાં. 

ગત ફેબ્રુઆરીમાં પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા મોટા હુમલા બાદ સેનાએ રાજ્યમાં મોટું આતંકવાદવિરોધી અભિયાન અમલમાં મૂક્યું છે જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયાં છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી ફરી પાછી પરિસ્થિતિ વકરી રહી છે. અનેક સ્થળોએ છૂટીછવાઇ અથડામણો થવાના સમાચાર તો આવતા રહે છે. અનેક મામલાઓમાં સ્થાનિક લોકોની ભીડ આતંકવાદીઓને પનાહ આપવા સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કરે છે. એક જોતાં કાશ્મીરમાં પરિસ્થિતિ પાછી પહેલાં જેવી થઇ રહી હોવાનું જણાય છે. 

જ્યારે જ્યારે એવા સંકેત મળે કે હવે આતંકવાદથી ત્રસ્ત કાશ્મીરમાં શાંતિના પ્રયાસો સકારાત્મક રાહ તરફ જઇ રહ્યાં છે ત્યારે આતંકવાદી સંગઠનો તરફથી એવી નાપાક હરકત કરવામાં આવે છે કે સમગ્ર કવાયત જ ભટકી જાય છે. ગયા અઠવાડિયે પણ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલો થયો હતો. આનાથી સ્પષ્ટ છે કે સમસ્યાના નક્કર ઉપાયની પરિસ્થિતિ ઊભી થતા પહેલાં જ આતંકવાદી સંગઠનો સમસ્યા વકરાવી દે છે. 

Read Also

Related posts

કેન્દ્ર સરકારના આ મંત્રીના ઘરે પણ આવતું નથી પીવાલાયક પાણી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Mayur

આ દેશો પાસે છે પરમાણું બોમ્બ કરતાં 1000 ગણો શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બ, માત્ર તબાહી મચાવશે

Arohi

હાઈકોર્ટના જજ બાદ આ પાર્ટીના પોલીસને સવાલ, શું તમે ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવાના છો?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!