ગુજરાતમાં ડ્રગ્સ મળવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. શું ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરી માટે સલામત ઝોન બની ગયો છે. હવે કચ્છના જખૌ વિસ્તારમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન 48 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. BSF અને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. થોડા દિવસ અગાઉ IMBL નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી. આ પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સનો જથ્થો ફેંકાયો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. અગાઉ મળેલા ચરસના બિનવારસી પેકેટ કરતા અલગ પેકેટ મળી આવ્યા છે.

ગુજરાતના દરિયાકાંઠે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાના દાવા વચ્ચે ડ્રગ્સ મળવાની ઘટનાઓમાં કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા નથી મળ્યો. ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સના દૂષણ મામલે પહેલેથી જ બદનામીનો માર ભોગવી રહ્યો છે. આ રમણીય દરિયા માથે સફેદ કલંક સમાન ડ્રગ્સનો અવારનવાર જથ્થો ઝડપાતો હોય છે. થોડા દિવસો પહેલા કચ્છના મુદ્રા પોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો. એક કન્ટેનરની તપાસ દરમિયાન 52 કિલો કોકેઈન મળી આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો માટે FSLના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
છેલ્લા ઘણા સમયથી અવારનવાર ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે હવે ગુજરાતના દરિયાકાંઠા પર ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા કર્મીઓને તૈનાત કરવા અનિવાર્ય થયા છે.
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?
- ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ