GSTV

સાવધાન / નાઈટ કરફ્યૂમાં સુરત, બરોડા અને રાજકોટમાં એસટી બસો થંભી જશે, અન્ય બસો પણ બાયપાસ પસાર થશે

Last Updated on November 21, 2020 by Karan

રાજ્યમાં બેકાબૂ બની રહેલા કોરોના નિયંત્રણ માટે ગુજરાતના મોટા શહેરો અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂના અમલીકરણ બાદ આજે રાત્રે રાજકોટ, બરોડા અને સુરતમાં પણ રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો છે. રાજ્યમાં જાહેર બસ સર્વિસ એવી એસટીની બસો પણ આ શહેરોમાંથી કરફ્યૂ દરમિયાન પસાર નહીં થાય. લોકો કડક પણે નાઈટ કરફ્યૂ અમલીકરણ માટે રાત્રે 8 પહેલાં બસો શહેરના ડેપોમાં પહોંચે તે રીતે જ સિડ્યૂલ ગોઠવવામાં આવ્યું છે તો સવારે ઉપડતી બસો પણ 7 વાગ્યા પહેલાં નહીં ઉપાડવામાં આવે.

રાત્રિ દરમિયાન એસટી બસ સેવાઓને પણ નાઈટ કરફ્યૂ

રાજ્ય સરકારે ગુજરાતમાં બેકાબૂ બની રહેલા કોરોનાને નાથવા અમદાવાદ બાદ અન્ય ત્રણ શહેરોમાં નાઈટ કરફ્યૂની જાહેરાત કરી છે. જેના ચૂસ્ત અમલ માટે જાહેર નાઈટ કરફ્યૂ દરમિયાન ટ્રાન્સપોર્ટ એસટી બસ સેવાને પણ બંધ રાખવામાં આવી છે. ગુજરાતના અન્ય શહેરો વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ કોરોના સંક્રમણના અસરકારક નિયંત્રણ માટે રાત્રિ કરફ્યૂ જાહેર કરાયો છે. આ રાત્રિ કરફ્યૂના સમયગાળા દરમિયાન વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં આવતી, ઉપડી અને પસાર થતી એસટી બસ સેવા રાત્રિ સમય દરમિયાન બંધ રહેશે.

રાત્રે શહેરોમાં 8 કલાકે બસો પહોંચી જાય તેવી વ્યવસ્થા

આ સમય દરમિયાન આ ત્રણેય શહેરોમાંથી બાયપાસ બસો પાસ થઈ શકશે. રાત્રિ કરફ્યૂ દરમિયાન વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં ન આવતા બાયપાસ તેનું સંચાલન થશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોને મહત્તમ બસ સેવાનો લાભ મળી રહે તે રીતે તમામ સર્વિસો રાત્રિના 8 કલાક સુધી શહેરમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સવારે 7 વાગ્યા પછીથી જ ડેપોમાંથી બસ ઉપાડવી તેવી વ્યવસ્થા ગોઠવી છે.

સમય પત્રકમાં જરૂરિયાત મુજબ હંગામી ફેરફાર કરવામાં આવશે

હાલ વડોદરા શહેરમાંથી 1611 જેટલી ટ્રીપો, રાજકોટ શહેરમાંતી 1322 જેટલી ટ્રિપો અને સુરત શહેરમાંથી 1107 જેટલી ટ્રિપોની અવરજવર થાય છે. તે પૈકી વડોદરા ખાતે 531 ટ્રિપો, રાજકોટ ખાતે 378 ટ્રિપો તથા સુરત શહેરમાં 395 ટ્રીપો બંધ રહેશે. અને હાલના સમય પત્રકમાં જરૂરિયાત મુજબ હંગામી ફેરફાર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!